News Continuous Bureau | Mumbai
Juhu Beach : દેશની આર્થિક રાજધાની મુંબઈ(Mumbai)ની પ્રખ્યાત જુહુ ચોપાટી(Juhu Chowpatty)ના દરિયામાં જેલીફિશ(Jellyfish)નો પ્રકોપ વધી ગયો છે. જેલીફિશના હુમલામાં છ લોકો ઘાયલ થયા હતા.
આટલા લોકોને જેલીફિશ કરડી
જુહુ ચોપાટી પર રવિવારે સાંજે રજા હોવાના કારણે બીચ પર પ્રવાસીઓની સંખ્યા વધુ હતી. દરમિયાન બીચના પાણીમાં મોજાની મજા માણી રહેલા કેટલાક લોકોને જેલીફિશ કરડી હતી. જેમાંથી 6 ગંભીર લોકોને સારવાર માટે નજીકની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના મધ્યરાત્રીના 12 વાગ્યાની આસપાસ બની હતી. કૂપર હોસ્પિટલ(Cooper Hospital)માં સારવાર બાદ ઘાયલોને રજા આપવામાં આવી હતી.
લાઈફ ગાર્ડે બીચ પર આવતા લોકોને કરી આ અપીલ
જોકે, લાઈફ ગાર્ડે બીચ પર આવતા તમામ લોકોને અહીં રાતે અંધારામાં ફરતી વખતે થોડા સાવધાન રહેવા જણાવ્યું છે. તેમજ પાણીમાં ઉતરવાથી દૂર રહેવા જણાવ્યું હતું.
અગાઉ વર્ષ 2018માં પણ ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન, મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ગિરગામ ચોપાટી પર સમુદ્રમાં ઉતરનાર અનેક લોકોને જેલીફિશે ડંખ માર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : PM Modi Tricolor DP: પીએમ મોદીની વાત માનવી BCCI અને ભાજપના નેતાઓને ભારે પડી, DP બદલતા જ ટ્વિટરે બ્લૂ ટિક હટાવ્યું, જાણો શું છે કારણ