News Continuous Bureau | Mumbai
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એસ.જે.કાથાવાલા આવતીકાલે એટલે કે 23 માર્ચના રિટાયર થઈ રહ્યા છે. આ એક માત્ર એવા જજ છે, જેમણે 2018ની સાલમાં વેકેશન ચાલુ થવા પહેલા રાતના 3.30 વાગ્યા સુધી સતત બેસીને 120 કેસનો નિકાલ લાવીને ઈતિહાસ રચી દીધો હતો.
જસ્ટિસ કાથાવાલા કોર્ટમાં સુનાવણી માટે કલાકો સુધી બેસી રહેવા માટે જાણીતા છે. તેમના નામથી બિલ્ડર લોબી થરથર કાંપે છે. તેમની હાઈ કોર્ટમાં 18મી જુલાઈ, 2008ના રોજ નિમણૂક થઈ હતી અને હવે લાંબી કારકિર્દી બાદ તેઓ બુધવારે રિટાયર થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : 2 – 5 – 10 કરોડ નહીં પર સેંકડો કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો મધ્ય રેલવેએ. આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે. આટલા પૈસામાં તો નવું રેલ્વે સ્ટેશન ઉભુ થઈ જાય. જાણો વિગતે….
પાંચમી મે, 2018ના બોમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, જે ચાલુ તો નિર્ધારિત સમયે થઈ હતી પણ તેને પૂરી થવામાં રાતના 3.30 વાગી ગયા હતા. બીજા દિવસથી કોર્ટમાં વેકેશન ચાલુ થઈ રહ્યું હતું. તેથી જસ્ટિસ કાથાવાલાએ સતત બેસીને રાત સુધીમાં 120 કેસની સુનાવણી કરી નાખી હતી. તો અઠવાડિયા પહેલા પણ તેમણે પોતાની ચેમ્બર માં મોડી રાત સુધી બેસીને સુનાવણી હાથ ધરી હતી.
જસ્ટિસ શાહરૂખ જીમ કાથાવાલા કે જેઓ એસ.જે.કાથાવાલા નામથી ઓળખાય છે, તેઓ વિલ્સન કોલેજથી ગ્રેજ્યુએટ થયા હતા અને ગર્વમેન્ટ કોલેજથી એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો હતો.