Site icon

જાણો પોસ્ટલ વિભાગની એવી યોજના વિશે જેમાં બાથરૂમમાં લપસીને પડી ગયા કે સર્પ દંશ થયો અથવા રસ્તા પર એક્સિડન્ટ થયો તો સારવાર માટે મળશે લાખો રૂપિયા- પ્રીમિયમ એક વર્ષનું 400 રૂપિયા

News Continuous Bureau | Mumbai

શું તમે પોસ્ટલ વિભાગની(Postal Department) એવી લાભદાયી એક્સિડેન્ટલ પોલિસી(Beneficial Accidental Policy) વિશે જાણો છે, જેમાં માત્ર 399 રૂપિયા ભરીને તમને 10 લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવર(Insurance cover) મળે છે. સાપ કરડયો હોય કે બાથરૂમમાં(bathroom) પડી ગયા, કે પછી કાયમનું અંપગત્વ(Disability) આવી ગયું હોય આવી તમામ કેસમાં મામૂલી પ્રીમિયમ(premium) ભરીને 10 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. મુંબઈ ના કાંદિવલી(પૂર્વ)માં(Kandivali (East)) વોર્ડ નંબર 27ના  સ્થાનિક ભૂતપૂર્વ ભાજપના નગરસેવિકા(Local former BJP civic worker) સુરેખા મનોજ પાટીલ(Surekha Manoj Patil) દ્વારા આજે લોખંડવાલા સર્કલ(Lokhandwala Circle) માં સ્થાનિક નાગરિકો માટે પોસ્ટની આ સ્કીમ માટે કેમ્પનું આયોજન(Organizing the camp) કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

પોસ્ટલ વિભાગની 399 રૂપિયાની  એક્સિડેન્ટલ પોલિસીની આ યોજના વિશે ભૂતપૂર્વ નગરસેવિકા સુરેખા પાટીલે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે લોકોનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. અગાઉ પણ આ યોજનાને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો. તેથી ફરી તેને લોકો માટે વોર્ડમા રાખી છે. લોકોને ફક્ત 399 રૂપિયામાં 10 લાખ સુધીનો વીમો મળે છે. સવારથી વરસાદ છે, એ છતાં મોટી સંખ્યામાં નાગરિકો યોજનાનો લાભ લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો- રેલવેનું મેગા બ્લોક છે

સુરેખા પાટીલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની(Central Govt) આ પોસ્ટલ  યોજના છે તેથી લોકો  તેના પર વિશ્વાસ રાખી શકે છે. સામાન્ય માણસો, નાના મોટા ઘરકામ કરનાર, શાકભાજી વેચનારા, ગાડી ચલાવનારા સામાન્ય લોકો પણ  વીમો લેવો પરવડશે. 18 વર્ષથી 65 વર્ષની ઉંમરના લોકો આ પોલિસીનો લાભ લઈ શકે છે. વીજળીનો શોક લાગે, અપઘાતી મૃત્યુ, કાયમનું અપંગત્વ સુધીના પ્રકરણમાં 10 લાખ સુધીનું કવર મળે છે. તો 60,000 રૂપિયા સુધીનો દવાખાનાનો ખર્ચ, બાળકોના શિક્ષણ માટે એક લાખ રૂપિયા સુધી, હોસ્પિટલમાં એડમિટ હોય તો દરરોજના 1,000, ઓપીડી ખર્ચ 30,000, એક્સિડન્ટમાં પેરાલીસીસ થયો તો 10 લાખ, કુટુંબને દવાખાનાનો પ્રવાસ ખર્ચ 25,000 રૂપિયા સુધી મળે છે.

કેન્દ્ર સરકારની આ યોજના બહુ સારી છે. એટલે અમારા વોર્ડમાં નાગરિકો માટે રાખી છે. આજે સવારથી વરસાદ છે, છતાં લોકો આ યોજનાનો લાભ લેવા માટે આવી રહ્યા હોવાનું સુરેખા પાટીલે જણાવ્યું હતું.
 

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી
Dharavi extortion case: ધારાવીમાં BMC અધિકારી બનીને નાના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતી ગેંગ: 1 ઝડપાયો, 3 ફરાર
Exit mobile version