ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ મહાનગરપાલિકા એક તરફ લોકો ના ઈલાજ માટે શાળાઓ તેમજ હોટલો તરફ નજર દોડાવી રહી છે. ત્યારે બીજી તરફ કાંદીવલી વિસ્તારમાં આવેલી મહાનગર પાલિકાની એક હોસ્પિટલ ધૂળ ખાઈ રહી છે. કાંદીવલી પશ્ચિમમાં ચારકોપ ગામ ખાતે આવેલી આ હોસ્પિટલ એટલે કે મેટરનીટી હોમ ને અનેક વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું છે. ત્રણ માળના બિલ્ડિંગમાં અનેક પ્રકારની સુવિધાઓ છે. તેમ છતાં પણ મુંબઈ મહાનગરપાલિકાએ આ જ દિવસ સુધી આનો ઉપયોગ કર્યો નથી. કોરોના ના કપરા સમયમાં પણ મુંબઈ મહાનગર પાલિકાને આ સેન્ટર શરૂ કરવાની ફુરસદ નથી.

એવી ચર્ચા છે કે રાજકારણીઓની સાંઠગાઠથી મુંબઈ મહાનગરપાલિકા આ સેન્ટર એક પ્રાઈવેટ હોસ્પિટલ ને સોંપી દેવા માંગે છે.
કોરોના ના આજના સમયમાં પણ મહાનગરપાલિકા પોતાનું પ્રિમાઇસીસ કેમ નથી વાપરતી? તે એક આશ્ચર્યનો વિષય છે.
એલ.આઇ.સી ને બખ્ખાં, લાખો કરોડ રૂપિયા નું પ્રિમીયમ મળ્યું. બરાબર વાંચ્યુ તમે… 'લાખો કરોડ રૂપિયા'. આંકડો જાણો અહીં…

