યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

આઈએનએસ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાની અરજી પણ આજે કોર્ટમાં સુનાવણી થવાની છે, જેમાં ધરપકડ પહેલા જામીન મળશે કે તેના પર સૌ કોઈનું લક્ષ્ય છે ત્યારે પત્રકારો સાથે બોલતાં સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્રએ આગોતરા જામીન માટે અરજી પર કહ્યું હતું કે જો તમે કાંઈ ખોટું નથી કર્યું તો ડર કઈ વાતનો છે? 

શિવસેના નેતા સંજય રાઉતે થોડા દિવસ પહેલા જ સેવામુક્ત જાહેર કરાયેલા એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંતને મ્યુઝિયમમાં ફેરવવા માટે એકઠા કરાયેલા ભંડોળના કથિત દુરુપયોગ થયો હોવાનો આરોપ કર્યો હતો. તે બાબતે સોમૈયા પિતા-પુત્ર સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવાના અહેવાલ પણ મીડિયા હાઉસમાં આવ્યા હતા. 

 આ સમાચાર પણ વાંચો :  બોરીવલી લિંકરોડ-હાઈવે ને જોડતો ફ્લાયઓવર આટલા સમયમાં પુરો થઈ જશે અને ખુલ્લો મૂકાશે… જાણો વિગતે.

આ દરમિયાન પોલીસે તપાસ માટે સોમૈયા પિતા-પુત્રને બોલાવ્યા હતા, ત્યારે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનો દાવો શિવસેનાના સાંસદ સભ્ય સંજય રાઉતે કાલે કર્યો હતો. પત્રકારો સાથે વાતચીત દરમિયાન સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્રએ આગોતરા જામીન માટે અરજી કરી છે.જો કાંઈ ખોટું નથી કર્યું તો ડર કઈ વાતનો છે?

મુંબઈ પોલીસે શુક્રવારે કહ્યું હતું કે સોમૈયા પિતા-પુત્રને તપાસમાં સહકાર આપવાનું જણાવતા સમન્સ મોકલી તેમને માનખુર્દમાં ટ્રોમ્બે પોલીસ સ્ટેશન ખાતે તપાસકર્તા પોલીસ અધિકારી સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે. જોકે શુક્રવારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને સમન્સ આપવા પોલીસ ગઈ હતી, પરંતુ તેમના મુલુંડ-ઇસ્ટ ખાતેના ઘરને તાળું મારેલું હતું.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment