News Continuous Bureau | Mumbai
Lalbaugcha Raja: હાલમાં દેશભરમાં ગણપતિ ઉત્સવની ( Ganpati festival ) ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે ગણપતિ ઉત્સવનો સમય છે, ત્યારે મહારાષ્ટ્રના ( Maharashtra ) પ્રખ્યાત લાલબાગ રાજાના દરબારનો ઉલ્લેખ ન કરી એ અશક્ય છે. મુંબઈના લાલબાગના રાજાના દરબારમાં ભક્તોની ( devotees ) ભારે ભીડ જોવા મળી રહી છે. આ સાથે ભક્તો પણ પોતાના બાપ્પાના ચરણોમાં ભારે પ્રસાદ ( Prasad ) ચઢાવી રહ્યા છે. હવે લાલ બાગના રાજાને અત્યાર સુધી મળેલા પ્રસાદનો ડેટા સામે આવ્યો છે. ચાલો જાણીએ અત્યાર સુધી ભક્તોએ કેટલો પ્રસાદ ચઢાવ્યો.
ગણપતિ ઉત્સવ દરમિયાન મુંબઈના લાલબાગના રાજા દ્વારા મળેલ પ્રસાદ જાણવા માટે દાન પેટી ખોલવામાં આવી હતી. જ્યારે દાનપેટીમાં ( donation box ) રાખવામાં આવેલા પૈસાની ગણતરી કરવામાં આવી ત્યારે દાનની રકમ 1.50 કરોડને પાર કરી ગઈ હતી. ગણપતિ મંડળના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 1,59,12,000 રૂપિયાથી વધુની રકમ દાન તરીકે આપવામાં આવી છે. તેઓને તહેવારના ત્રીજા દિવસે 56, 50,000 રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. પ્રથમ દિવસની સરખામણીએ ત્રીજા દિવસે મંડળને રોકડમાં વધુ દાન મળ્યું હતું.
દર્શન કરવા દેશ-વિદેશમાંથી લાખો લોકો આવે છે
ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો ભક્તિમાં મગ્ન રહે છે અને લાલબાગના રાજાને ઘણું સોનું અને ચાંદી ચઢાવે છે. લાલબાગના રાજાના ગણપતિ મંડળે જણાવ્યું છે કે ગણપતિની મૂર્તિને દાનમાં 879.53 ગ્રામ સોનું અને 17, 534 ગ્રામ ચાંદીનો પ્રસાદ પણ મળ્યો છે. તમને જણાવી દઈએ કે 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ગણેશ ચતુર્થી 28 સપ્ટેમ્બર સુધી દેશભરમાં સમાન ધામધૂમથી મનાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન લાલબાગના રાજાને મળતો પ્રસાદ વધુ વધી શકે છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ 2023ની ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ, ઈનામ તરીકે આપવામાં આવશે આટલા કરોડની રકમ.. જાણો કોને કેટલું મળશે ઈનામ.. વાંચો વિગતે અહીં..
ઉત્સવની સૌથી વધુ ઉજવણી મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં પણ મુંબઈના લાલબાગના રાજા સૌથી લોકપ્રિય ગણેશ મંડળ છે. લાલબાગના રાજાના દર્શન કરવા દેશ-વિદેશમાંથી લાખો લોકો આવે છે. ગણેશ મંડળના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ ગણેશ ઉત્સવ દરમિયાન લગભગ 1 કરોડ લોકો અહીં દર્શન માટે આવે છે.