News Continuous Bureau | Mumbai
દહીસર ( Dahisar ) માં રહેનાર લોકો માટે સારા સમાચાર છે. 16 ડિસેમ્બર 2022 ના રોજ મહારાષ્ટ્ર સરકારે ( Maharashtra Govt ) નિર્ણય લીધો છે કે દહીસર ખાતે આવેલી એરપોર્ટ ઓથોરિટી ( Airport Authority ) ની ૪૫ એકર જમીનનું અધિગ્રહણ કરવામાં આવશે. આનો અર્થ એ થાય છે કે આ જમીન મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) પૈસાની અવેજીમાં એરપોર્ટ ઓથોરિટી પાસેથી ખરીદી લેશે. આ સોદો આવનાર દિવસોમાં પાર પડશે.
લોકોને શું લાભ થશે?
એરપોર્ટ ઓથોરિટી ની જમીન ને કારણે અનેક ઇમારતો નું વિકાસ કાર્ય અટકી પડ્યું હતું. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ એરપોર્ટ ઓથોરિટી ની જમીન પાસે આવેલી ઇમારતો એક નિશ્ચિત ઊંચાઈથી વધુ મોટી બની શકતી નથી. આ કારણથી જૂની ઇમારતોનું વિકાસ કાર્ય અટકી પડે છે.
રાજ્ય સરકારના નિર્ણયને કારણે બહુ ટૂંક સમયમાં 470 કરોડ રૂપિયા નો સોદો પાર પડ્યા પછી આ જમીન પર એક પાર્ક બનાવવામાં આવશે. આ પાર્ક મુંબઈ શહેર નું સૌથી મોટું પાર્ક બનશે. પ્રસ્તાવિત યોજના મુજબ અહીં મેંગ્રોઝ સેન્ટર બની શકે તેમ છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Metro : ઇન્તેઝાર ની ઘડી ખતમ થઈ. મુંબઈને લગભગ 9 વર્ષ પછી આ તારીખે બે નવી મેટ્રો લાઈનો મળશે