ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પવઇ તળાવ પર સાયકલ ટ્રેકનું બાંધકામ અંગે સતત વિરોધ વધી રહ્યો છે. પવઈ લેકની નજીક સ્થિત આઈઆઈટીના વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ વિરોધ કર્યો હતો. ત્યારબાદ અનેક પર્યાવરણ પ્રેમીઓએ તેમનો સાથ આપીને આ કામ અટકાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા, પરંતુ પાલિકાએ આ વિરોધ તરફ ધ્યાન ન આપતા કામ ચાલુ જ રાખ્યું છે. ગઇકાલે સુધરાઇનું જેસીબી કામ કરવા પહોંચ્યું હતું ત્યારે સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
કૃષ્ણા અભિષેક પર ટીકા થયા બાદ આ અભિનેત્રીએ ગોવિંદાની બૈરીને ખરીખોટી સંભળાવી
વિરોધ પ્રદર્શન કરનારા નાગરિકોનું કહેવું છે કે તળાવના પાણીમાં ભરાવ કરીને બાંધતા આ સાયકલ ટ્રેકને લીધે તળાવના મગરોને હાનિ થશે. તેમનું રહેઠાણ અને ઇંડા મૂકવાની જગ્યા છીનવાઈ જશે. પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો સંઘર્ષ વધી જશે. પર્યાવરણને નુકસાન કરનારા સાયકલ ટ્રેકની અમને જરૂર નથી. આ વિરોધ હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો છે.