ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્ર સરકારના મંત્રી એવા વિજય વડટ્ટીવારે નાગપુર ખાતે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે મુંબઈ શહેરની પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને આમાં પણ સૌથી વધુ ચિંતાજનક પરિસ્થિતિ લોકલ ટ્રેનમાં થનાર ભીડ છે. આથી અમે ઈચ્છીએ છીએ કે ભીડ ઓછી કરવા માટે નવા નવા રસ્તા અજમાવવામાં આવે. સરકાર અત્યારે ગંભીરતાથી વિચારી રહી છે કે તે લોકલ ટ્રેન ના ફેરા એટલે કે લોકલ ટ્રેનની ટ્રીપ ઓછી કરે. આ ઉપરાંત સરકાર બસમાં ભીડ કઈ રીતે ઓછી થાય તે સંદર્ભે પણ કોઈ ઉપાય યોજના વિચારી રહી છે.
મંત્રીએ મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું હતું કે લોકડાઉન હવે પરવડશે નહીં. આથી તેનો વૈકલ્પિક ઉપાય કરવો જોઈએ.
મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..
આમ સરકારના નિવેદન પરથી એવું લાગે છે કે સામાન્ય વ્યક્તિઓ માટે લોકલ ટ્રેનમાં સફર કરવું હજી સપનું રહેશે.
