Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ આદાનપ્રદાન’ કાર્યક્રમ થયો સંપન્ન.

Gujarati Sahitya: ' અનુવાદ આપણને સંશોધક બનાવે છે.કવિતાનું કામ ભાવસભર આનંદ આપવાનું છે ' એવું સંચાલન કરતાં ડૉ.દર્શના ઑઝાએ જણાવ્યું હતું. વરિષ્ઠ સર્જક દિનકર જોષી સ્વાસ્થ્યને લગતાં કારણોસર વક્તા તરીકે આવી ન શક્યા પણ ડૉ.દર્શના ઓઝાએ દિનકરભાઈના સર્જનની તથા એમના વિચારબીજ એવા ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન દ્વારા થયેલા અનુવાદોની વાત કરી હતી.

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: ગુજરાતી ભાષાપ્રેમીઓ નાટક, એકોક્તિ જેવી રજૂઆતથી જ ભાષા સાથે જોડાયેલા રહે છે એવી કેટલીક માન્યતાને ખોટો પાડે એવો રસપ્રદ કાર્યક્રમ શનિવારે કાંદીવલીમાં યોજાયો હતો. 

Join Our WhatsApp Community

    મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Gujarati Sahitya Akademi ) દ્વારા કેઈએસ ગુજરાતી ભાષાભવનના સહયોગમાં યોજાયેલા ‘ અનુવાદ આદાનપ્રદાન ‘ ( Anuvad Aadan Pradan ) કાર્યક્રમમાં અનુવાદને લગતી ઘણી બધી માહિતી અપાઈ .

    ‘ અનુવાદ ( translation ) આપણને સંશોધક બનાવે છે.કવિતાનું કામ ભાવસભર આનંદ આપવાનું છે ‘ એવું સંચાલન કરતાં ડૉ.દર્શના ઑઝાએ જણાવ્યું હતું. વરિષ્ઠ સર્જક દિનકર જોષી સ્વાસ્થ્યને લગતાં કારણોસર વક્તા તરીકે આવી ન શક્યા પણ ડૉ.દર્શના ઓઝાએ દિનકરભાઈના સર્જનની તથા એમના વિચારબીજ એવા ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન દ્વારા થયેલા અનુવાદોની વાત કરી હતી. આ ઉપરાંત બીજી ભાષાના અનેક પ્રકાશકોએ દિનકરભાઈના ૫૮ જેટલાં પુસ્તકોના અનુવાદ કરાવડાવી અન્ય ભાષાઓમાં પ્રકાશિત કર્યાં છે એની વાત કરી હતી. કેટલુંક ક્લાસિક સાહિત્ય અન્ય વિદેશી ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદિત થયું છે એનો આનંદ એમણે વ્યકત કર્યો હતો.

Maharashtra State Gujarati Sahitya Akademi's Anuvad Aadan Pradan program completed.

Maharashtra State Gujarati Sahitya Akademi’s Anuvad Aadan Pradan program completed.

 

       કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મરાઠી અને ગુજરાતી ભાષામાં ( Gujarati Poet ) કવિતાનું જે આદાનપ્રદાન થયું છે એની કેટલીક માહિતી આપી. ગદ્યનો અનુવાદ કરવો સરળ છે જ્યાં મૂળ કૃતિનું વાતાવરણ અને લેખકની શૈલીને જાળવીને બીજી ભાષામાં કૃતિનું અવતરણ થાય છે પણ કાવ્યનો અનુવાદ પડકારજનક હોય છે જ્યાં કવિતાના ભાવ ઉપરાંત એનો છંદ, લય, ગેયતા અને સૌંદર્ય જાળવી રાખવાનાં હોય છે. મરાઠી આપણી ભગિની ભાષા છે અને ગુજરાતીના ભાવકને મરાઠી રચના સમજાતી હોય છે એવું એમણે જણાવ્યું હતું. કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મંગેશ પાડગાંવકરની કવિતાનો ગુજરાતી અનુવાદ તથા મૂળ મરાઠી રચના બે ય મૂક્યાં હતાં . વર્ષો અગાઉ ‘અનુભૂતિ ‘ નામે એક સંગ્રહમાં ગુજરાતીની કેટલીક ઉત્તમ કવિતાઓનો મંગેશ પાડગાંવકર અને વિવેક કાણેએ મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો.કવિ ત્રિપુટી અનિલ જોશી, ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈ આ સંગ્રહના સંપાદક હતા. આ સંગ્રહની વાત પણ પ્રતિમા પંડ્યાએ કરી હતી. કવિ સુરેશ દલાલ તથા જયા મહેતાએ પણ મરાઠી કાવ્યોનાં ગુજરાતી અનુવાદ આપ્યાં છે.અશ્વિની બાપટ, ડૉ.ઉર્વશી પંડ્યા, અરૂણા જાડેજા વગેરે અનુવાદકોના નામોલ્લેખ સાથે પ્રતિમા પંડ્યાએ એમના કાર્યની નોંધ લીધી હતી.કવિતા એ ફક્ત કવિતા જ હોય છે, એ ક્યારેય ગુજરાતી કે મરાઠી નથી હોતી એવું એમણે સમાપન કરતાં જણાવ્યું હતું.

      ડૉ. કલ્પના દવેએ મરાઠીથી ગુજરાતી ( Gujarati ) અને ગુજરાતી ભાષાથી મરાઠી ભાષામાં થયેલા ગદ્ય અનુવાદની વાત કરી હતી .વિ.સ. ખાંડેકરની સર્વોત્કૃષ્ટ ગણાયેલી “ યયાતિ “ વિશ્વાસ રાવ પાટિલની “મહાનાયક” અને “ઝાડાઝડતી”જેવી પ્રશિષ્ટકૃતિઓના ગુજરાતીમાં અનુવાદ થયા છે. જ્યારે શ્રી.દિનકર જોષીની નવલકથાઓ “ પ્રકાશનો પડછાયો”, “અમૃતપંથનો યાત્રી” “ શ્યામ એક વાર આવોને આંગણે” , “દ્વારકાનો સૂર્યાસ્ત” , કુન્દનિકા કાપડિયાની “ સાત પગલાં આકાશમાં “, વર્ષા અડાલજાની “ અણસાર”, રેતપંખીં” તથા અન્યકૃતિઓ મરાઠીમાં અનુવાદિત થઈ છે એની માહિતી એમણે શ્રોતાઓ સમક્ષ મૂકી હતી.વીરમાતા અનુરાધા ગોરેની યુધ્ધ-શહાદતની કથા “ ઓળખ સિયાચેનચી”નો ગુજરાતી અનુવાદ કલ્પના દવેએ કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Model Solar Village: PM સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના અંતર્ગત ‘મોડલ સોલાર વિલેજ’ ના અમલીકરણ માટે કાર્યકારી માર્ગદર્શિકા જાહેર, વિજેતા ગામને મળશે આટલા કરોડની કેન્દ્રીય નાણાકીય સહાય..

     વરિષ્ઠ નાટ્ય તથા ફિલ્મ અને ઓટીટી અભિનેતા અભિજિત ચિત્રેએ દયા પવાર લિખિત પુસ્તક’ બલૂત ‘( અનુવાદ: પ્રતિમા પંડ્યા) તથા વિ.વા.શિરવાડકર લિખિત નટસમ્રાટ ( અનુવાદ: વૈશાલી ત્રિવેદી) નું વાચિકમ કર્યું હતું. એમણે મનોજ બોરગાંવકરના કાવ્યસંગ્રહ ( અનુવાદ: પ્રતિમા પંડ્યા) માંથી પસંદ કરેલી કાવ્યરચના ડોશી ભાવવાહી રીતે રજૂ કરી. અશ્વિની બાપટ દ્વારા અનુવાદિત પુનિત માતકરના એક મરાઠી કાવ્યનો અનુવાદ પણ એમણે રજૂ કર્યો. સારી રજૂઆતથી રચના કેવી ઊંચાઈ મેળવે છે એ અહીં જોવા મળ્યું. 

Maharashtra State Gujarati Sahitya Akademi’s Anuvad Aadan Pradan program completed.

    આ અગાઉ કાર્યક્રમની પરિકલ્પના કરનાર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે અનુવાદ તમને અલગ વિશ્વનો પરિચય કરાવે છે.અન્ય ભાષાના સર્જકની સર્જકતા, એની દ્રષ્ટિ, એનું ભાવવિશ્વ, એની સંસ્કૃતિ અને એની સંવેદના આ બધું જ એક સારા અનુવાદક દ્વારા આપણી ભાષામાં અવતરે છે અને ભાવક સુધી પહોંચે છે. આ કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની યુટ્યુબ ચૅનલ પર અપલોડ થશે. ભવિષ્યમાં કોઈએ સાહિત્યના આદાનપ્રદાન વિશે પીએચડી કરવું હશે તો અહીંથી ઘણી માહિતી મળી રહેશે એવું સંજય પંડ્યાએ જણાવ્યું હતું.

    કેઈએસ ગુજરાતી ભાષાભવન વતી કીર્તિ શાહે સહુને આવકાર આપ્યો હતો અને ખાસ તો દિનકરભાઈના અનુવાદ ક્ષેત્રના પ્રદાનને પોંખ્યું હતું. વરિષ્ઠ કલાકાર અનુરાગ પ્રપન્ન, યુવા કલાકાર પ્રીતા પંડ્યા, મહાભારતના કથાકાર જિતેન્દ્ર દવે ઉપરાંત અનેક ભાવકોએ કાર્યક્રમ માણ્યો હતો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: Ram Rahim : રેપ કેસના આરોપી રામ રહીમ મળી રાહત, આટલા દિવસ માટે જેલમાંથી મુક્તિ..

Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Exit mobile version