News Continuous Bureau | Mumbai
ગણેશોત્સવ(Ganeshotsav)ને હવે બસ ગણતરીના દિવસ બાકી છે. ભક્તો પોતાના ઘરે ગણપતિ બાપ્પા (Ganapati Bappa)ને લાવવાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ગણેશમંડળો(Ganesha Mandals) પણ તેમના મંડળમાં વિધ્નહર્તાને લાવવાની જોરદાર તૈયારી કરી રહ્યા છે. આ વર્ષનો ગણેશોત્સવ ખાસ છે.
કારણ કે આ વર્ષે કોઈ પણ જાતના પ્રતિબંધ (Restriction) વગર ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવશે. મહત્વનું છે કે પાલિકા(BMC)એ આ વખતે ગણેશમૂર્તિ(Ganesh Idols) ઓની ઊંચાઈ બાબતે કોઇ મર્યાદા(Hight limit) રખાઇ નથી. તેથી વિવિધ ગણેશમંડળોમાં ઊંચી મૂર્તિઓ માટે સ્પર્ધા જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : ખેલૈયાઓની આતુરતાનો અંત- બોરીવલીના આંગણે સતત પાંચમી વખત-ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક
રાજ્યની સહુથી ઊંચી 38 ફૂટની ગણેશજીની પ્રતિમા ‘મુંબઇચા મહારાજા’(Mumbaicha Maharaja)ની છે. જે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામ(Parshuram) રૃપમાં બનાવવામાં આવી છે. ગિરગાવ(Girgaon)નું ખેતવાડી ગણેશોત્સવ મંડળ(Khetwadi Ganeshotsav Mandal) ઊંચી ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવા માટે પ્રખ્યાત છે. મંડળ માટે ઉત્સવનું આ 61મું વર્ષ છે. આ વર્ષે 38 ફૂટ ઊંચી મૂર્તિનું આગમન થયું છે. આ ચાર માળ જેટલી ઊંચી ભવ્ય મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પરશુરામ રૂપી આ ગણેશ મૂર્તિ પ્રખ્યાત શિલ્પકાર કુણાલ પાટીલે(krunal Patil) બનાવી છે. બોર્ડે દાવો કર્યો છે કે આ માત્ર મુંબઈ(Mumbai)ની જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર(Maharashtra)ની સૌથી ઊંચી ગણેશ મૂર્તિ છે. 2019માં આ બોર્ડ દ્વારા 30 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : ગણેશોત્સવની ખરીદી કરવા રવિવારે બહાર નીકળવાના છો-તો આ સમાચાર ખાસ વાંચો- મધ્ય રેલવેએ આ રૂટ પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક