ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
ગયા વર્ષે વરસાદમાં મુંબઈ સેન્ટ્રલસ્થિત નાયર હૉસ્પિટલ અને જે. જે. હૉસ્પિટલ આ બન્ને મુખ્યમોટી સરકારી હૉસ્પિટલોમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. એથી મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે અધિકારીઓને સૂચના આપી છે કે એ બન્ને હૉસ્પિટલના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થઈ જાય. કોરોનાના જમ્બો સેન્ટરમાં પણ વરસાદનું પાણી પ્રવેશી ન જાય એ માટેની સૂચના પણ કમિશનરે આપી છે.
મહાપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલના માર્ગદર્શન હેઠળ પાલિકા મુખ્યાલયમાં વરસાદ પહેલાંની સમીક્ષા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં નાળાસફાઈ, વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. નાળાસફાઈ બાદ તરત જ ત્યાંથી કચરો હટાવી લેવાનોઆદેશ કમિશનરે આપ્યો હતો. જે વિસ્તારોમાં પાણીનો નિકાલ ધીમે ધીમે થાય છે એ દરેક સ્થળે પમ્પ બેસાડવાનું પણ કહ્યું હતું.
મુંબઈમાં ચોમાસાના આગમને જ ભારે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
કમિશનરે બધા 24 વિભાગના સહાયક કમિશનરને પોતાના કાર્યક્ષેત્રમાં રોજેરોજ સુપરવિઝન કરવાનો પણ આદેશ આપ્યો હતો.