News Continuous Bureau | Mumbai
મુંબઈ: માર્વે રોડ પર એક બાઈક અને કાર વચ્ચે સામાન્ય ટક્કર થઈ હતી. માલવણી, માલડ પોલીસના જણાવ્યા અનુસાર, માલડ પશ્ચિમના માર્વે રોડ પર રથોડી ગામ નજીક એક ઓલા ઇલેક્ટ્રિક બાઈક એક ઈનોવા કારને અડી ગઈ હતી. બંને પક્ષે ગરમાગરમ બોલાચાલી થઈ હતી, પરંતુ પછીથી મામલો શાંત પડ્યો હતો. જોકે, એક કલાક બાદ બાઈક સવારો તેમના ૧૦-૧૫ સાથીઓ સાથે પાછા ફર્યા હતા. આ ટોળાએ કારમાં સવાર લોકોને બહાર કાઢીને લોખંડના સળિયા અને વાંસના દંડા વડે હુમલો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai road rage હુમલામાં કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પીડિતે જણાવ્યું કે, તેના મિત્રને માથામાં સળિયા વાગતા ૧૫થી વધુ ટાંકા આવ્યા છે અને તેની હાલત ગંભીર છે. હુમલાખોરોએ પિડીત પાસેથી આશરે રૂ. ૧ લાખની કિંમતની સોનાની ચેઈન પણ લૂંટી લીધી હતી. આ હુમલાખોરો મઢ ગામના સ્થાનિકો હોવાનું કહેવાય છે અને તેઓ હજુ ફરાર છે. માલવણી પોલીસ સ્ટેશનમાં હુમલો, લૂંટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
