News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ને અડીને આવેલા વસઈ(Vasai)માંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂઈ રહેલી તેની પત્ની(wife)ને ઉઠાડીને એક્સપ્રેસ ટ્રેન નીચે ધકેલી દીધી. અને ત્યારબાદ પતિ બે બાળકોને લઈને ફરાર થઇ ગયો. જોકે સ્ટેશન પર ઘટેલી આ ક્રૂર ઘટના સીસીટીવી(CCTV)માં કેદ થઈ ગઈ.
આને કહેવાય #ઘોરકળયુગ. #પતિએ ભર ઊંઘમાં સૂતેલી #પત્નીને ઉઠાડી #ટ્રેન નીચે #ધકેલી દીધી, #ઘટનાCCTVમાં થઈ ગઈ કેદ.. જુઓ #વિડીયો#Vasai #railwaystation #railwayplatform #Expresstrain #viralvideo #newscontinuous pic.twitter.com/dMhasMjsgB
— news continuous (@NewsContinuous) August 23, 2022
પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટના આજે (મંગળવારે) વહેલી સવારના 4 વાગ્યાની છે. વસઇ રોડ રેલવે સ્ટેશન(railway station)નાં સીસીટીવી ફૂટેજથી (CCTV Footage) સ્પષ્ટ થાય છે કે એક વ્યક્તિ પોતાની સૂતેલી પત્નીને ઉઠાડયા બાદ તેને રેલવે પ્લેટફોર્મ(platform)નાં કિનારા સુધી લાવે છે અને પછી તેને પટરી (Railway Track)પર ધકેલી દે છે, જેથી મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થાય છે.
આ સમાચાર પણ વાંચો : બે દેશોને જોડતી પ્રથમ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન એટલે કે શ્રી રામાયણ યાત્રા ટ્રેન આ કારણસર સતત બીજી વખત થઈ કેન્સલ
રેલવેનાં સહાયક પોલીસ આયુક્ત ભજીરાવ મહાજને જાણકારી આપતા મીડિયાને જણાવ્યું કે મહિલા પ્લેટફોર્મ નંબર 5 પર પોતાના બે બાળકો સાથે સૂતી હતી, ત્યારે તેના પતિએ તેને જગાડી અને અવધ એક્સપ્રેસ સામે ધક્કો મારીને તેની હત્યા કરી. તેમણે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ જોયા બાદ સ્પષ્ટ જાણવા મળે છે કે આમ કર્યાઆ પહેલા પતિ – પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, દંપત્તિ(couple)નું નામ હજુ સામે આવ્યું નથી પરંતુ આરોપીની ગતિવિધિઓ ટ્રેક થઈ રહી છે. સીસીટીવી ફૂટેજનાં આધાર પર વ્યક્તિની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપી પર આઇપીસી કલમ 302 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : રેલવે સ્ટેશન પર સ્ટંટબાજી કરવી પડી ભારી- કાંદિવલીમાં એક યુવક લોકલ ટ્રેનની અડફેટે આવ્યો- ક્ષણભરમાં ગુમાવ્યો જીવ- જુઓ હૃદયદ્રાવક વિડીયો