News Continuous Bureau | Mumbai
પ્રવાસીઓના(tourists) નબળા પ્રતિસાદને પગલે 24 ઓગસ્ટ, 2022થી દોડનારી સેકન્ડ શ્રી રામાયણ યાત્રા ટ્રેનને(Shri Ramayana Yatra) રદ કરવામાં આવી છે. ભારત ગૌરવ હેઠળ રામાયણ શ્રેણી હેઠળની આ બીજી ટ્રેન હતી, જેને રદ કરવામાં આવી હોવાની જાહેરાત ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને (Indian Railway Catering and Tourism Corporation) (IRCTC) કરી હતી.
ભારતીય રેલવે દ્વારા 22 ફેબ્રુઆરીએ દિલ્હીથી શ્રી રામાયણ યાત્રા સ્પેશિયલ ટ્રેન (Shree Ramayana Yatra Special Train) શરૂ કરવામાં આવી હતી. શ્રી રામાયણ યાત્રા સ્પેશિયલ ટ્રેન ધાર્મિક પર્યટનને(Special train for religious tourism) પ્રોત્સાહન આપવા માટે આઈઆરસીટીસીની(IRCTC) શ્રી રામાયણ યાત્રા પ્રવાસની શ્રેણીનો એક ભાગ છે.
આ સમાચાર પણ વાંચો : TikTok સ્ટાર અને ભાજપની નેતાનું ગોવામાં હ્રદયરોગના હુમલાથી થયું નિધન
ગયા વર્ષે નવેમ્બરમાં, ટ્રેને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશના અયોધ્યા અને વારાણસી થઈને તામિલનાડુના રામેશ્વરમ સુધીની તેની પ્રથમ મુસાફરી આવરી લીધી હતી.
શ્રી રામાયણ યાત્રા વિશેષ ટ્રેન અયોધ્યા(Ayodhya), સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, શૃંગવરપુર, નાસિક, બક્સર, કાંચીપુરમ અને ભદ્રાચલમ સહિત અન્ય સ્થળોને 19 રાત/20 દિવસમાં આવરી લે છે. આ ટ્રેનમાં 2AC અને 1AC એમ બે કેટેગરીમાં 132 મુસાફરોની ક્ષમતા ધરાવે છે.
પહેલા શ્રી રામાયણ ટ્રેનની મુસાફરી 17 દિવસની હતી, પરંતુ હવે ટ્રેનની મુસાફરી 20 દિવસની થશે. નવા સમયપત્રકમાં ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા ત્રણ નવા ધાર્મિક સ્થળોનો(religious places) પણ ઉમેરો કરવામાં આવ્યો છે. હાલમાં, ટ્રેન મુસાફરો બિહારના બક્સર, તમિલનાડુના કાંચીપુરમ અને તેલંગાણાના ભદ્રાચલમને પણ સ્પર્શ કરશે.
શ્રી રામાયણ યાત્રા વિશેષ ટ્રેન અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, કાશી, પ્રયાગ અને શૃંગવરપુર સહિત અનેક ધાર્મિક સ્થળોના દર્શન(Visiting religious places) કરાવશે.
આ સમાચાર પણ વાંચો : એસી લોકલની બબાલ- સાદી લોકલ ટ્રેન રદ કરી એસી લોકલ દોડાવતા બદલાપુર માં પ્રવાસીઓની ધમાલ- જુઓ વિડીયો
શ્રી રામાયણ યાત્રા સ્પેશિયલ ટ્રેન ઘણી સુવિધાઓથી સજ્જ છે જેમ કે બે રેલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ(Rail Dining Restaurant), એક આધુનિક કિચન કાર, મુસાફરો માટે ફૂટ મસાજર, લાઇબ્રેરી, સ્વચ્છ શૌચાલય વગેરે. વધુમાં, શ્રી રામાયણ એક્સપ્રેસ ટૂર પેકેજમાં શાકાહારી ખોરાકનો સમાવેશ થાય છે. બસો દ્વારા પ્રવાસીઓનું સ્થળદર્શન અને એસી હોટલોમાં રહેવાની વ્યવસ્થા પણ છે.