News Continuous Bureau | Mumbai
વરસાદ(Rain) કે અન્ય કારણોસર ફ્લાઇટ મોડી(Flight delay) થવી સામાન્ય બાબત છે. પરંતુ કર્ણાટકના(Karntaka) મેંગલુરુની(Mangaluru) ફ્લાઈટના વિલંબનું કારણ ઘણું ચોંકાવનારું છે. રવિવારે પ્રેમી અને તેની પ્રેમિકાના(Couples secret chatting) સિક્રેટ ચેટના કારણે પ્લેનની ફ્લાઇટ(Plane flight) 6 કલાક મોડી પડી હતી.
એક યુવક મેંગલુરુ એરપોર્ટથી પ્લેનમાં મુંબઈ જઈ રહ્યો હતો. ત્યારબાદ તે પ્લેનમાં તેની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર ચેટિંગ કરી રહ્યો હતો. તે સમયે તેની ગર્લફ્રેન્ડ દ્વારા તેને મોકલવામાં આવેલા મેસેજથી પ્લેનમાં ખળભળાટ મચી ગયો હતો. એટલું જ નહીં, વિમાનમાં સવાર 185 મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને વિમાનની આખી તપાસ કરવામાં આવી હતી, જેના કારણે ફ્લાઇટ છ કલાક મોડી પડી હતી.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના શિંદે ગ્રુપના આ ધારાસભ્યએ દહિસરમાં આપ્યું ઉશ્કેરણીજનક ભાષણ- ભાષણ સામે થઈ બબાલ
બન્યું એવું કે બંને વચ્ચેની ચેટ પ્લેનમાં યુવકની બાજુમાં બેઠેલો સહપ્રવાસી વાંચી રહ્યો હતો. ત્યારે યુવકની ગર્લફ્રેન્ડે તેને મજાકમાં મેસેજ કર્યો કે તું બોમ્બર છે. આ મેસેજ સહપ્રવાસી દ્વારા વાંચવામાં આવ્યો અને તેણે આ માહિતી પ્લેનના ક્રૂ મેમ્બર્સને(crew members) આપી. જેના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ(terms of security) હિલચાલ ઝડપી બની હતી અને ફ્લાઈટ મોડી પડી હતી અને પ્લેનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ વિમાને સાંજે 5 વાગ્યે ઉડાન ભરી હતી.
આ ઘટના બાદ પોલીસે સંબંધિત પ્રેમી અને તેની પ્રેમિકાની સઘન પૂછપરછ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન જ્યારે પોલીસને ખબર પડી કે આ માત્ર મજાક છે ત્યારે પોલીસે તેમને જવા દીધા હતા.