Site icon

Mango arrives in Mumbai market : કોંકણના રાજાનું મુંબઈમાં આગમન! કેરીના પ્રથમ બોક્સની કિંમત 42 હજાર…

ફળોના રાજા તરીકે ઓળખાતી હાપુસ કેરીની સિઝન માટે હજુ દોઢથી બે મહિનાની વાર છે. સિઝન શરૂ થાય તે પહેલા દેવગઢ હાપુસના પ્રથમ બોક્સનું માર્કેટ યાર્ડમાં આવેલા ફ્રુટ માર્કેટમાં આગમન થયું હતું. એક અઠવાડિયા પહેલા દેવગઢ હાપુસનું પહેલું બોક્સ મુંબઈના માર્કેટમાં મોકલવામાં આવ્યું હતું.

Mango export season starts, consignments leave for UK and gulf country

વિદેશી જીભ પર પણ કોંકણના હાપુસ કેરીના સ્વાદનો જાદુ, આ દેશોમાંથી આવી રહી છે જબરદસ્ત માંગ..

News Continuous Bureau | Mumbai

પ્રથમ બોક્સ માટે 42 હજાર

દેવગઢ હાપુસની સીઝન ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય છે. સિઝન શરૂ થવામાં હજુ દોઢથી બે મહિના બાકી છે. કેરીની સિઝનનો લોકો આતુરતાથી રાહ જોય છે. ત્યારે દેવગઢ તાલુકાના કુંકેશ્વર વિસ્તારના ખેડૂત જયેશ કાંબલીએ દેવગઢ હાપુસનું બોક્સ વેચાણ માટે મોકલ્યું છે. કાંબલીના બગીચામાં 400 આંબાના ઝાડ છે. અમુક પસંદગીના વૃક્ષો ઓક્ટોબર મહિનામાં ફળ આપે છે. કેરીના ખેડૂત જયેશ કાંબલીએ જણાવ્યું હતું કે આ ફળોના બોક્સ બજારમાં વેચાણ માટે મોકલવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

રવિવારે માર્કેટયાર્ડમાં વેચાણ માટે મોકલવામાં આવેલ દેવગઢ હાપુસના બોક્સની સૌથી વધુ કિંમત 42,000 મળી હતી. હાલમાં મુંબઈ-પુણે ફ્રૂટ માર્કેટમાં પ્રિ-સિઝન કેરીનું આગમન થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એવો પ્રસાદ મળ્યો, જે અત્યાર સુધી તે બીજાને પકડાવતી હતી. નાગપુરનું પાર્ટી કાર્યાલય શિંદે સેનાએ પચાવી પાડ્યું

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version