News Continuous Bureau | Mumbai
મુંબઈના કુર્લા પશ્ચિમ વિસ્તારમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ આગે જોતજોતામાં અનેક દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આ ઘટનામાં કોઈના હતાહત થવાના સમાચાર નથી, પરંતુ લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
આગનું કારણ અને નુકસાન
હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણો જાણી શકાયા નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાનો જે ભયાવહ વીડિયો સામે આવ્યો છે, તેમાં દુકાનોમાં ભીષણ આગ લાગેલી અને ઊંચા અગનગોળા ઊઠતા દેખાય છે. ઘટનાસ્થળે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
#BREAKING मुंबई के कुर्ला पश्चिम के CSMT रोड पर भीषण आग लग गई।#Mumbai #Maharashtra #KurlaFire #MaharashtraNewspic.twitter.com/FUL2NPCefi
— Akash Masne (@AkashMasne5995) October 13, 2025
આ સમાચાર પણ વાંચો: Smart Lock: ફિંગરપ્રિન્ટથી ખુલશે ઘર નું કબાટ, લગાવવો પડશે આ લોક, જાણો શું છે તેની કિંમત
ખારઘરમાં રહેણાંક ઇમારતમાં આગ
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે રવિવારે નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં એક રહેણાંક ઇમારતમાં પણ આગ લાગી હતી. આ 19 માળની ઇમારત, ટ્રાયસિટી સિમ્ફનીમાં રવિવારે બપોરે લગભગ 12:50 વાગ્યે આગ લાગી હતી. રેપિડ એક્શન ફોર્સ (RAF) એ ત્રણ મહિલાઓ સહિત 7 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. બચાવ ટીમે 17મા અને 18મા માળેથી લોકોને બહાર કાઢ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ખારઘરની આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.