News Continuous Bureau | Mumbai
Abhishek Ghosalkar : મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. દરમિયાન, ઘોસાલકર ફાયરિંગ કેસમાં હવે મુંબઈ પોલીસ ( Mumbai Police ) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, અને આ ઘટના પાછળનું ચોક્કસ કારણ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોરિસ નોરોન્હાએ ( Mauris Noronha ) જૂની અદાવતમાં આ હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને કેટલાક કારણો પણ સામે આવ્યા છે.
એક અહેવાલ મુજબ, અભિષેક ઘોસાલકરને ગોળી મારીને હત્યા કરનાર મોરિસ નોરોન્હા સામે મુંબઈના MHB પોલીસ સ્ટેશનમાં ( MHB Police Station ) અગાઉ બળાત્કારની કલમ 376 હેઠળ અને છેડતી કરવાના ઈરાદાથી મહિલા પર અશ્લીલ ટિપ્પણી કરવા બદલ 509 હેઠળ બે કેસ નોંધવામાં આવ્યા છે. આ પહેલા મોરિસની બળાત્કારના કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી અને તે થોડા મહિનાઓ માટે પુણેની યરવડા જેલમાં બંધ હતો. તેથી મોરિસને એવી શંકા હતી કે, અભિષેક ઘોસાલકરે બંને ગુનાઓમાં પોલીસ પર દબાણ કર્યું હતું અને આ શંકાને કારણે જ તેમની વચ્ચે દુશ્મનાવટ વધી હતી. જેના કારણે અભિષેક ઘોસાલકરની હત્યાની પ્લાનિંગ ( Murder Planning ) કરીને આ કરવામાં આવ્યું હોવાની પોલીસે હાલ આશંકા વ્યક્ત કરી રહી છે.
મોરિસ અને અભિષેક ઘોસાલકર વચ્ચેનો વિવાદ બળાત્કારના આરોપમાં ( Rape allegations ) મોરિસની ધરપકડ થયા બાદ ઉગ્ર બની ગયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, મોરિસ અને અભિષેક ઘોસાલકર વચ્ચેનો વિવાદ બળાત્કારના આરોપમાં મોરિસની ધરપકડ થયા બાદ ઉગ્ર બની ગયો હતો. જો કે, જેલમાંથી બહાર આવ્યા બાદ મોરિસે બંને વચ્ચેના વિવાદનું સમાધાન કરાવવાનું નાટક કર્યું હતું અને થોડા દિવસો પછી મોરિસ અભિષેક ઘોસાલકરના નજીક આવવા લાગ્યો હતો. રસપ્રદ વાત એ છે કે અભિષેકના જન્મદિવસ પર મોરિસે આખા વિસ્તારમાં મોટી સંખ્યામાં બેનરો પણ લગાવ્યા હતા. આમ અભિષેક પણ મોરિસની વાતમાં આવી ગયો હતો અને તેની વાત માનતો થયો હતો. જો કે, મોરિસના મગજમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. દરમિયાન ગુરુવારે સાડી વિતરણ પ્રસંગે તેણે અભિષેક ઘોસાલકરને પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો. તેમની સાથે ફેસબુક લાઈવ પણ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે હવે અમારી બંને વચ્ચે તમામ વિવાદો મટી ગયા છે. પરંતુ થોડી જ ક્ષણોમાં, મોરિસે અભિષેક પર ગોળીબાર શરુ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે ઘોસાલકરની હત્યા કર્યા બાદ મોરિસે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Abhishek Ghosalkar Firing Case : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરશે હવે અભિષેક ઘોસાલકર હત્યા કેસની તપાસ, 2 લોકોની ધરપકડ..
દરમિયાન આ તમામ ઘટનાના રાજકીય પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે. તેમાં હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ અભિષેક ઘોસાલકર ફાયરિંગ કેસ પર પ્રતિક્રિયા આપી છે. “એક ખૂબ જ ખોટી ઘટના બની છે. આવી ઘટનાઓ મહારાષ્ટ્રમાં ન થવી જોઈએ. બંને વચ્ચેની વાતચીત સ્પષ્ટ હતી. તેમના મૈત્રીપૂર્ણ સંબંધો સારા હોવાનું જણાય છે. આ બાબતની યોગ્ય તપાસ થવી જોઈએ. આ માનવતાને કલંકિત કરતી ઘટના છે. ” અજિત પવારે કહ્યું.