ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
શુક્રવાર
તાજેતરના પર્યાવરણીય સર્વેક્ષણોએ મુંબઈના ભૂગર્ભજળના ઘટતા સ્તરનો ગંભીર ખતરો દર્શાવ્યો છે. ઘટતું ભૂજળ પર હરિયાળી પર અસર કરી શકે અને મુંબઈને માનવ વસવાટ માટે અયોગ્ય બનાવી શકે છે. એવામાં કૂવાઓના ગેરકાયદે ખોદકામ અને ભૂગર્ભજળનું ગેરકાયદે વેચાણ ચાલુ છે. આ વાત ઉપર આરટીઆઈ કાર્યકર્તાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ફરિયાદ કરી હતી. જેમાં રાષ્ટ્રપતિએ હસ્તક્ષેપ કરતો પત્ર લખવો પડ્યો ત્યારે મુંબઈ પાલિકાએ બાંહેધરી આપી કે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીશું.
આ પ્રથમ વખત થયું છે જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ આવા મુદ્દે હસ્તક્ષેપ કર્યો હોય. આરટીઆઈ કાર્યકર્તા અને ક્રુસેડર સુરેશકુમાર ધોકા દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદમાં ધોકાએ રાષ્ટ્રપતિનું ધ્યાન દોર્યું હતું કે મુંબઈ પોલીસે દક્ષિણ મુંબઈમાં કૂવા માલિકો સામે કથિત રૂપે 80 કરોડ રૂપિયાનું પાણી જરૂરી પરવાનગી વગર વેચવા બદલ એફઆઈઆર નોંધાવી છે. પર્યાવરણને થયેલા નુકસાનનું વળતર હજુ આરોપી પાસેથી વસૂલવાનું બાકી છે.
ઈ-કોમર્સ કંપની એમેઝોનની નિતી સામે વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી આ માંગણી.. જાણો વિગત.
રાષ્ટ્રપતિના હસ્તક્ષેપ પર જારી કરાયેલા વિગતવાર પરિપત્રમાં, પાલિકાના જંતુનાશક વિભાગે કમર્શિયલ ઉપયોગ માટે પાણી વેચતા કૂવા માલિકોને તાત્કાલિક નોટિસ મોકલી છે. કૂવાના પાણીના વેચાણ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો પર કાર્યવાહી, કૂવા વિસ્તારોમાંથી ટેન્કરો હટાવવા, પાઈપો અને મોટર પંપ તોડવા અને તેમને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 2013માં મુંબઈમાં 14,030 કૂવા હતા, હવે તેની સંખ્યા 18, 381છે. આમાંથી લગભગ 40 કૂવાઓ બંધ છે જ્યારે 190 બિનઉપયોગી છે. એ જ રીતે, અન્ય 186 કૂવાઓને બિન-પીવાલાયક હેતુઓ માટે પાણીનો ઉપયોગ કરવાની પરવાનગી છે, પરંતુ તેને ટ્રાન્સપોર્ટ કે કમર્શિયલ રીતે વેચવાની પરવાનગી નથી. ઉપરાંત, લગભગ 216 કૂવાઓનું અસ્તિત્વ ગેરકાયદે છે અને ખાનગી ટેન્કરો મારફતે ભૂગર્ભજળનું વેચાણ થઈ રહ્યું છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (સીજીડબલ્યુએ)ની એનઓસી વગર આવું કોઈ વેચાણ માન્ય નથી.
વાહ ! હવે આકાશમાં અને મધદરિયામાં પણ મળશે બીએસએનએલની કનેક્ટીવીટી,જાણો વિગત.