News Continuous Bureau | Mumbai
મુંબઈમાં સેન્ટ્રલ(Central Railway), વેસ્ટર્ન(Western Railway) સહિત હાર્બર(harbour line) આ ત્રણેય લાઈનમાં મેગા બ્લોક(Mega Block) રાખવામાં આવ્યો છે. તેમાં વેસ્ટર્ન અને હાર્બરમાં રવિવારે બ્લોક રાખવામાં આવ્યો છે. જયારે સેન્ટ્રલ લાઈનમાં(Central Line) આ વખતે શનિવાર રાતથી રવિવાર સવાર સુધીનો બ્લોક રાખ્યો છે. તેથી મુંબઈગરાને ઘરની બહાર નીકળવા પહેલા ધ્યાન રાખજો.
સેન્ટ્રલ રેલવેએ ભાયખલાથી(Byculla) માટુંગા(Matunga) આજે રાતથી આવતી કાલ સવાર સુધીનો મેગાબ્લોક રાખ્યો છે જ્યારે હાર્બર લાઈનમાં પનવેલથી(panvel) વાશી રૂટ(Vashi route) પર રવિવારના દિવસનો મેગાબ્લોકની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેએ સાંતાક્રુઝ(Santa cruz) અને ગોરેગાંવ(Goregaon) વચ્ચે બ્લોક લેવાનો નિર્ણય કર્યો છે. બ્લોક સમય દરમિયાન, કેટલીક લોકલ ટ્રેનો (Local train) રદ કરવામાં આવશે અને કેટલીક લોકલ ટ્રેનો મોડી દોડશે.
સેન્ટ્રલ લાઈન(Central Line) (મુખ્ય લાઇન)માં ભાયખલા થી માટુંગા વચ્ચે અપ ફાસ્ટ લાઈન પર શનિવાર 23 જુલાઈના રાતના 11.30 વાગ્યાથી રવિવાર 24 જુલાઈના સવારના 4.05 વાગ્યા સુધી બ્લોક રહેશે. તો ડાઉન ફાસ્ટ લાઈન પર શનિવાર મધરાતના 12.40 વાગ્યાથી રવિવારે વહેલી સવારના 5.40 વાગ્યા સુધી બ્લોક રહેશે.
બ્લોક દરમિયાન ભાયખલાથી માટુંગા વચ્ચેના ફાસ્ટ રૂટ(fast route) પરની લોકલ ટ્રેનો સ્લો લાઈનના(Slow line) રૂટ પર દોડશે. જેના કારણે કેટલીક લોકલ ટ્રેનો રદ થશે અને કેટલીક લોકલ ટ્રેનો 10 મિનિટ મોડી પડશે.
હાર્બર રેલ્વેમાં પનવેલ અને વાશી વચ્ચે અપ અને ડાઉન લાઈનમાં રવિવાર સવારના 11.05 થી સાંજે 4.05 સુધી બ્લોક રહેશે. તેના પરિણામે પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT Terminus) મુંબઈ અને પનવેલથી થાણે અપ અને ડાઉન લોકલ ટ્રિપ્સ(Local trips) બ્લોક સમય દરમિયાન રદ કરવામાં આવશે. લોકલ ટ્રેનો બેલાપુર (Bela pur)- ખારકોપર(kharkopar) અને નેરુલ(nerul) – ખારકોપર, થાણે – વાશી/નેરુલ રૂટ પર ચાલુ રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર-રવિવારે સાંતાક્રુઝ અને ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચે રહેશે આટલા કલાકનો જમ્બો બ્લોક
વેસ્ટર્ન રેલવેમાં સાંતાક્રુઝ થી ગોરેગાંવ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈનમાં બ્લોક રહેશે. સવારના 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ બ્લોક રહેશે. તેના પરિણામે ફાસ્ટ રૂટ પરની લોકલ ટ્રેનો બ્લોક સમયગાળા દરમિયાન સાંતાક્રુઝથી ગોરેગાંવ વચ્ચે સ્લો લાઈન પર દોડશે. આ કારણે કેટલીક લોકલ ટ્રેનો રદ થશે અને કેટલીક લોકલ ટ્રેનો 10 મિનિટ મોડી પડશે. બ્લોકને કારણે બહારગામની ટ્રેનો(Suburban trains) પર અસર થશે.
ટ્રેન નંબર 11058 અમૃતસર(Amritsar) – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એક્સપ્રેસ(Terminus Express), 11020 કોણાર્ક એક્સપ્રેસ(Konark Express) અને 12810 હાવડા(Howrah) – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મેલને માટુંગા અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અપ સ્લો રૂટ(Slow route) પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેન દાદર(dadar), પ્લેટફોર્મ નંબર(Platform number) 3 પર ડબલ હોલ્ટ(Double halt) કરશે અને ગંતવ્ય સ્થાને 10 થી 15 મિનિટ મોડી પહોંચશે.