Site icon

રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચો આ સમાચાર- રેલવેએ સેન્ટ્રલ અને ટ્રાન્સ હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક

Mumbai: CR records highest ever revenue from fines in April

સેન્ટ્રલ રેલવેએ વિક્રમ સર્જયો, માત્ર 9 મહિનામાં ખુદાબક્ષો પાસેથી વસુલ્યો અધધ આટલા કરોડનો દંડ, વાંચો અહીં સંપૂર્ણ વિગતો

News Continuous Bureau | Mumbai

રવિવારે બહાર પ્રવાસ કરવાનો વિચાર હોય તો તેમની માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવે લાઈન પર સમારકામ અને તકનીકી કાર્ય માટે મધ્ય રેલ્વે (central Railway) અને ટ્રાન્સ હાર્બર(Trans harbour Rout) રૂટ આવતીકાલે એટલે કે રવિવાર,18મી સપ્ટેમ્બર 2022ના રોજ મેગા બ્લોક(Mega Block) લેવામાં આવશે. 

Join Our WhatsApp Community

મધ્ય રેલવે(Central railway) લાઇનના સ્લો રૂટ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વિદ્યાવિહાર(Vidhya Vihar) સુધી સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક(Mega Block) રહેશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડનારી ધીમી ટ્રેનોને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચેના ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર થોભશે.

 આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઇની લાઇફ લાઇન એવી લોકલ ટ્રેનો પ્રભાવિત થઈ- સેન્ટ્રલ- હાર્બર સહિત ટ્રાન્સ હાર્બર લાઈનના આ હાલ છે

ઘાટકોપરથી સવારે 10.41 વાગ્યાથી બપોરે 3.52 વાગ્યા સુધી ઉપડનારી સ્લો રૂટ પરની ટ્રેનોને વિદ્યા વિહાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચેના ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર થોભશે.

થાણે-વાશી/નેરુલ ટ્રાન્સ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે.

સવારે 10.35 થી સાંજના 4.07 વાગ્યા સુધી થાણેથી વાશી/નેરુલ/પનવેલ જતી ટ્રાન્સ હાર્બર રૂટ ટ્રેનો અને સવારે 10.25 થી સાંજે 4.09 વાગ્યા સુધી વાશી/નેરુલ/પનવેલથી થાણે સુધીની અપ ટ્રાન્સ હાર્બર રૂટ ટ્રેનો રદ રહેશે.

જોકે ટ્રાન્સ હાર્બર રૂટ પરના મુસાફરોને બ્લોક સમયગાળા દરમિયાન હાર્બર/મુખ્ય રૂટ પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

 આ સમાચાર પણ વાંચો : ભારે કરી – ચોર ટ્રેનની બારીમાંથી ચોરી રહ્યો હતો મોબાઈલ- પેસેન્જરે પકડી લીધો અને 15 KM સુધી લટકાવી રાખ્યો -જુઓ વાયરલ વિડીયો

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version