263
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
એમએમઆરડીએ દ્વારા મેટ્રો 2- એ નો દહીસર થી ડીએન નગર વચ્ચેનો છ કિલોમીટર કોરિડોરનો માર્ગ તૈયાર થઈ ગયો છે.આ માર્ગ ઉપર પાટા બિછાવવા ની સાથે ઓવરહેડ વાયર પણ લાગી ગયા છે.જોકે દહીસર થી ડીએન નગર વચ્ચે 8:30 કિલોમીટરનો કોરિડોર છે. બાકીનો માર્ગ પણ ઝડપથી તૈયાર થઈ જશે.આ માર્ગ ઉપર સ્ટેશનના નિર્માણ સાથે ઉપકરણ લગાડવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
આ સાથે અંધેરી ઇસ્ટ થી દહીસર ઇસ્ટ વચ્ચે 16.437 કિલોમીટર નો કોરિડોર છે. એમાંથી 7 કિલોમીટર કોરિડોર નું કાર્ય પણ પૂર ઝડપે ચાલુ છે. એમએમઆરડીએની આ બંને કોરિડોર પર આવતા એપ્રિલ મહિનામાં ટ્રાયલ રન કરવાની યોજના છે.જો આ ટ્રાયલ રન ની પ્રક્રિયા સફળ થશે તો આ વર્ષના જૂન અથવા જુલાઈ મહિના સુધી મેટ્રો 2- એ નો માર્ગ જાહેર જનતા માટે ખુલી જશે.
You Might Be Interested In
