News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ઘર ખરીદવા(House buying) માંગતા લોકો માટે આ મહત્વના સમાચાર છે. MHADA હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં(Housing projects) ઘરની લોટરીમાં(House Lottery) માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મર્યાદા હવે ઈકોનોમિકલી વીકર સેકશન(Economically Weaker Section) એટલે કે અત્યંત ઓછી આવક ધરાવતા ગ્રુપ માટે વાર્ષિક રૂ. 6 લાખ, લો ઈન્કમ ગ્રુપ(Low Income Group) માટે રૂ. 6 લાખથી 9 લાખ, મિડલ ઈન્કમ ગ્રુપ(Middle Income Group) માટે રૂ. 9 લાખથી 12 લાખ અને હાઈઅર ઈન્કમ ગ્રુપ(Higher Income Group) માટે રૂ. 12લાખ થી 18 લાખ કરવામાં આવી છે.
હાઉસિંગ ડિપાર્ટમેન્ટે(Housing Department) બુધવારે (25 મે) ના રોજ આ અંગે એક ચુકાદો જારી કર્યો છે. આવક મર્યાદા મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR), પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA) તેમજ 10 લાખથી વધુ વસ્તી ધરાવતી સ્થાનિક સંસ્થાઓને લાગુ પડશે.
મ્હાડાના ડ્રોમાં ઈકોનોમિકલી વીકર સેકશન, લો ઈન્કમ ગ્રુપ, મિડલ ઈન્કમ ગ્રુપ અને હાઈઅર ઈન્કમ ગ્રુપ છે. આ આવક જૂથ માટે ચોક્કસ આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આવક મર્યાદા અનુસાર અરજી ભરવી ખૂબ જ જરૂરી છે. આ આવક મર્યાદા અનુસાર, ઉમેદવારોએ ડ્રોમાં ઘર માટે અરજી ભરવાની રહેશે. હવે MHADA હાઉસિંગ લોટ માટે આવક મર્યાદા વધારવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..
આ ઉપરાંત બાકીના મહારાષ્ટ્રની આવક મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તદનુસાર, ઈકોનોમીકલી વીકર સેકશન માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 4,50,000, લો ઈન્કમ ગ્રુપ માટે રૂ. 4,50,001 થી 7,50,000 વાર્ષિક, મિડલ ઈન્કમ ગ્રુપ માટે વાર્ષિક રૂ. 7,50,001 થી રૂ. 12,00,000 પ્રતિ વર્ષ નક્કી કરવામાં આવી છે.