News Continuous Bureau | Mumbai
Mhada Lottery 2024: મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ( MHADA ) મુંબઈ શહેરમાં 2,000 પોસાય તેવા ઘરો સાથે તેની આગામી હાઉસિંગ લોટરી શરૂ કરવાનું આયોજન બનાવી રહી છે. એમ મ્હાડાના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે મિડીયાને નિવેદન આપતા જણાવ્યું હતું.
આમાં કુલ 2,000 પોસાય તેવા ઘરો ( Mhada Houses ) માટે લોટરી સિસ્ટમ દ્વારા ઓફર કરવામાં આવશે. જેમાં બહુમતી ઓછી આવક જૂથ ( LIG ), મધ્યમ આવક જૂથ ( MIG ) અને આર્થિક રીતે નબળા વર્ગ ( EWS ) માટે આ ઓફર રજૂ કરવામાં આવશે. આ લોટરી ( Housing lottery ) સિસ્ટમમાં ઉચ્ચ આવક જૂથ ( HIG ) માટે પણ થોડા ઘરો અનામત રાખવામાં આવશે. તો મ્હાડા આમાં ગોરેગાંવમાં કેટલાક પ્રીમિયમ 3 BHK એપાર્ટમેન્ટ્સ પણ MHADA લોટરી 2024 માં વેચવામાં આવશે.
Mhada Lottery 2024: મુંબઈમાં મ્હાડા દ્વારા સપ્ટેમ્બરમાં લોટરી સ્ટિટમ દ્વારા આ ઘરો માટે ઓફર શરુ કરવામાં આવશે..
મુંબઈમાં મ્હાડા ( Mumbai Mhada ) દ્વારા સપ્ટેમ્બરમાં લોટરી સિસ્ટમ ( Lottery system ) દ્વારા આ ઘરો માટે ઓફર શરુ કરવાનું હાલ મ્હાડાનું લક્ષ્ય છે. જેની વિગતવાર જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવશે. મ્હાડાએ આ માટે એક મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવી છે જ્યાં અરજદારોએ પોતાને નોંધણી કરવાની જરૂર રહેશે. એકવાર તે શખ્સની નોંધણી પૂર્ણ થઈ જાય પછી, તે અથવા તેણી MHADA લોટરી 2024 માટે અરજી કરી શકે છે જ્યારે તે આગામી દિવસોમાં શરુ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics Last Supper Parody : ધ લાસ્ટ સપર પેરોડી પર હવે બોમ્બેના આર્કબિશપ પણ થયા ગુસ્સે, કહ્યું ‘આ આસ્થા પર હુમલો છે’.. જાણો વિગતે..
મ્હાડાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આમાં EWS કેટેગરીમાં ઘરોની કિંમત સામાન્ય રીતે આશરે ₹ 30 લાખથી શરૂ થાય છે અને HIG કેટેગરીમાં 3 BHK એપાર્ટમેન્ટની કિંમત ₹ 1 કરોડથી ઉપર જઈ શકે છે . સૌથી વધુ કિંમત HIG કેટેગરી હેઠળના 3 BHK એપાર્ટમેન્ટ માટે હશે. સૂત્રોએ જણાવ્યું કે 3 BHKની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી પરંતુ તે ₹ 1 કરોડના આંકને પાર કરી શકે છે.
Mhada Lottery 2024: વાર્ષિક ₹ 6 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા લોકો EWS શ્રેણી હેઠળના ઘર માટે અરજી કરી શકે છે…
વાર્ષિક ₹ 6 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા લોકો EWS શ્રેણી હેઠળના ઘર માટે અરજી કરી શકે છે. તો ₹ 6 લાખથી ₹ 9 લાખની વચ્ચેની આવક ધરાવતા લોકો LIG કેટેગરીમાં અરજી કરી શકે છે. આ બાદ ₹ 9 લાખથી ₹ 12 લાખની વચ્ચેની કૌટુંબિક આવક ધરાવતા લોકો MIG કેટેગરી હેઠળ અરજી કરી શકે છે અને વાર્ષિક ₹ 12 લાખથી વધુ કૌટુંબિક આવક ધરાવતા લોકો HIG કેટેગરી હેઠળ અરજી કરી શકે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મ્હાડા લોટરીમાં અરજી માટે પતિ અને પત્નીની વાર્ષિક આવકને પારિવારિક આવક તરીકે ગણવામાં આવે છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે વ્યક્તિના માતા-પિતા અથવા ભાઈ-બહેનની આવકને આમાં કુટુંબની આવક તરીકે ગણવામાં આવતી નથી. નોંધનીય છે કે, મ્હાડાએ 2023માં લોટરી સિસ્ટમ હેઠળ, રાજ્ય હાઉસિંગ ઓથોરિટીએ મુંબઈ શહેરમાં ફેલાયેલા 4,082 પોસાય તેવા ઘરો વેચ્યા હતા.આમાં મ્હાડાને 4,000 થી વધુ ઘરો માટે 1 લાખથી વધુ અરજીઓ મળી હતી.
આ સમાચાર પણ વાંચો : Cabinet Meeting: મહારાષ્ટ્રમાં 81 હજાર કરોડના રોકાણના સાત મોટા પ્રોજેક્ટને મળી કેબિનેટ મિટીંગમાં મંજૂરી, હજારો લોકોને મળશે રોજગાર.. જાણો વિગતે…