Site icon

Mhada Lottery: મુંબઈવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! મ્હાડા સપ્ટેમ્બરમાં 2,000 મકાનો માટે લોટરી કાઢવાની તૈયારીમાં, મકાનોને બનાવાશે આધુનિક..

Mhada Lottery: ગોરેગાંવ સ્થિત મ્હાડાની આધુનિક ઈમારતોમાં લગભગ 332 મકાનો પણ લોટરીમાં સામેલ કરવામાં આવશે. આ મકાનો ઉચ્ચ અને મધ્યમ વર્ગના રહશે.

Mhada Lottery Good news for Mumbaikars! In preparation for drawing a lottery for 2,000 houses in Mhada September, the houses will be modernized..

Mhada Lottery Good news for Mumbaikars! In preparation for drawing a lottery for 2,000 houses in Mhada September, the houses will be modernized..

News Continuous Bureau | Mumbai

Mhada Lottery: મુંબઈ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી  ( MHADA ) હવે મુંબઈવાસીઓ માટે લક્ઝુરિયસ હાઉસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. મુંબઈ બોર્ડ લોટરીની રાહ જોઈ રહેલા લોકો માટે આ સારા સમાચાર છે. મુંબઈ બોર્ડ સપ્ટેમ્બરમાં લગભગ 2,000 ઘરો માટે લોટરી બહાર પાડવાની યોજના પર કામ કરી રહ્યું છે. ગોરેગાંવ સ્થિત મ્હાડાની આધુનિક ઈમારતોમાં લગભગ 332 મકાનો પણ લોટરીમાં સામેલ કરવામાં આવશે. આ મકાનો ઉચ્ચ અને મધ્યમ વર્ગના રહશે.

Join Our WhatsApp Community

ઉચ્ચ વર્ગના મકાનો ( houses ) લગભગ 979 ચોરસ ફૂટના રહશે અને મધ્યમ વર્ગના મકાનો લગભગ 714 ચોરસ ફૂટના રહશે. ઉચ્ચ વર્ગના મકાનોની કિંમત આશરે રૂ. 1.25 કરોડ સુધીની રહશે, તો મધ્યમ વર્ગના મકાનોની કિંમત 80 લાખ સુધીની રહેશે.

Mhada Lottery: ઈમારતોમાં મ્હાડા દ્વારા પ્રથમ વખત જીમ, સ્વિમિંગ પૂલ, ઈલેક્ટ્રીક ચાર્જિંગ પોઈન્ટની સુવિધાઓ પણ આપવામાં આવશે…

ગોરેગાંવની ( Goregaon )આધુનિક ઈમારતોમાં ( Mhada Building ) મ્હાડા દ્વારા પ્રથમ વખત જીમ, સ્વિમિંગ પૂલ, ઈલેક્ટ્રીક ચાર્જિંગ પોઈન્ટની સુવિધાઓ પણ આપવામાં આવશે. હાલ આ મકાનોનું કામ લગભગ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. આમાં હવે તેના અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. જેમાં બેથી અઢી મહિનામાં મકાનો તૈયાર થઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  Lok sabha Election 2024: ઉદ્ધવ ઠાકરેએ પ્રચાર રેલીમાં પીએમ મોદીએ પર કર્યા આકરા પ્રહાર, મોદીને ગુજરાત મોકલીને જ ઝંપીશ..

નોંધનીય છે કે ગયા વર્ષે મુંબઈ બોર્ડની છેલ્લી લોટરી બહાર પાડવામાં આવી હતી, જેમાં 1.22 લાખ લોકોએ 4,082 મકાનો માટે અરજી કરી હતી. જે અરજદારોના નામ લોટરીમાં આવ્યા ન હતા તેઓ મ્હાડાની આગામી લોટરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ અંગે મ્હાડાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી તૈયાર મકાનોની માહિતી હાલ એકત્ર કરવામાં આવી રહી છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version