News Continuous Bureau | Mumbai
- ત્રણ લાખ રૂપિયાની મર્યાદા હવે વધારીને ૧૦ લાખ કરવાની મંત્રી લોઢાએ કરી જાહેરાત
Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહારાષ્ટ્રમાં કાર્યરત બેરોજગારી સેવા એજન્સીઓ માટે બિન-ટેન્ડર કોન્ટ્રાકટની મર્યાદા વધારીને ૧૦ લાખ રૂપિયાની કરવાની જાહેરાત કરી હતી. અગાઉ ઉપરોક્ત કામની મર્યાદા ત્રણ લાખ રુપિયા સુધીની હતી, આ નિર્ણય વિશે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વમાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા વિવિધ રીતે રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધી મહારોજગાર મેળા, પંડિત દિનદયાલ ઉપાધ્યાય રોજગાર મેળા, મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ જેવી વ્યાપક યોજના પ્રસ્તુત કરવામાં આવી છે. હવે હાલમાં કરાયેલી જાહેરાત અત્યંત મહત્વની છે.
હવે બેરોજગાર સેવા સંસ્થાઓ તેમના પોતાના કાર્યનો વ્યાપ વિસ્તારી શકે છે અને નવી તકો ઊભી કરી શકે છે અને બદલામાં રોજગારીનું સર્જન કરી શકે છે. રોજગાર સાથે સમૃદ્ધ મહારાષ્ટ્ર બનાવવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વર્ષ-૨૦૨૩ ના અંતે જાહેર થયેલા આંકડા પ્રમાણે હાલમાં મહારાષ્ટ્રમાં ૨૦૦૦ થી વધુ સેવા સંસ્થાઓ કામ કરી રહી છે, અને તેમની પાસે ૩૫૦૦૦ થી વધુ સભ્યો છે. અન્ય સંસ્થાઓની તુલનામાં બેરોજગારી સેવા સંસ્થાઓમાં ઉપલબ્ધ નોકરીઓની સંખ્યા ઓછી હોવાથી બિન-ટેન્ડરવાળી નોકરીઓની મર્યાદા ત્રણ લાખથી વધારીને ૧૦ લાખ રૂપિયા સુધીની કરવાની માંગ કરવામાં આવી હતી. તે મુજબ કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહત્વની જાહેરાત કરી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.