Site icon

Mangal Prabhat Lodha: બેરોજગાર સેવા સંસ્થાઓ હવે ટેન્ડર વિના આટલા લાખ રૂપિયા સુધીના કોન્ટ્રાક્ટ લઇ શકશે, કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ કરી જાહેરાત..

Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહારાષ્ટ્રમાં કાર્યરત બેરોજગારી

Minister Lodha announced that the limit of three lakh rupees will now be increased to 10 lakh

Minister Lodha announced that the limit of three lakh rupees will now be increased to 10 lakh

 News Continuous Bureau | Mumbai 

Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહારાષ્ટ્રમાં કાર્યરત બેરોજગારી સેવા એજન્સીઓ માટે બિન-ટેન્ડર કોન્ટ્રાકટની મર્યાદા વધારીને ૧૦ લાખ રૂપિયાની કરવાની જાહેરાત કરી હતી. અગાઉ ઉપરોક્ત કામની મર્યાદા ત્રણ લાખ રુપિયા સુધીની હતી, આ નિર્ણય વિશે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વમાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા વિવિધ રીતે રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધી મહારોજગાર મેળા, પંડિત દિનદયાલ ઉપાધ્યાય રોજગાર મેળા, મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ જેવી વ્યાપક યોજના પ્રસ્તુત કરવામાં આવી છે. હવે હાલમાં કરાયેલી જાહેરાત અત્યંત મહત્વની છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Mukesh Death Anniversary:અમર સૂરને અનોખી શ્રધ્ધાંજલિ:જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ પ્રસિધ્ધ ગાયક સ્વ. મુકેશની ૪૮ મી પુણ્યતિથીઐ નેપિયન્સી રોડ ખાતે મુકેશ ચોકનું મંત્રી લોઢા દ્વારા ઉદ્ઘાટન

હવે બેરોજગાર સેવા સંસ્થાઓ તેમના પોતાના કાર્યનો વ્યાપ વિસ્તારી શકે છે અને નવી તકો ઊભી કરી શકે છે અને બદલામાં રોજગારીનું સર્જન કરી શકે છે. રોજગાર સાથે સમૃદ્ધ મહારાષ્ટ્ર બનાવવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વર્ષ-૨૦૨૩ ના અંતે જાહેર થયેલા આંકડા પ્રમાણે હાલમાં મહારાષ્ટ્રમાં ૨૦૦૦ થી વધુ સેવા સંસ્થાઓ કામ કરી રહી છે, અને તેમની પાસે ૩૫૦૦૦ થી વધુ સભ્યો છે. અન્ય સંસ્થાઓની તુલનામાં બેરોજગારી સેવા સંસ્થાઓમાં ઉપલબ્ધ નોકરીઓની સંખ્યા ઓછી હોવાથી બિન-ટેન્ડરવાળી નોકરીઓની મર્યાદા ત્રણ લાખથી વધારીને ૧૦ લાખ રૂપિયા સુધીની કરવાની માંગ કરવામાં આવી હતી. તે મુજબ કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મહત્વની જાહેરાત કરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version