Site icon

સાવધાન- મુંબઈ-અમદાવાદ હાઈવે પર આટલા જોખમી બ્લેક સ્પોટ પર એક્સિડન્ટનું જોખમ- વર્ષમાં 400થી વધુ થયા તેના શિકાર- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

શાપૂરજી પાલનજી ગ્રુપના માલિક(Shapoorji Pallonji Group Owner) અને યુવા ઉદ્યોગપતિ (Young businessman) સાયરસ મિસ્ત્રીએ(Cyrus Mistry) રવિવારે  માર્ગ અકસ્માતમાં(road accident)  જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) પર ચારોટી ખાતે થયો હતો. મુંબઈ-અમદાવાદ હાઈવે મૃત્યુનો માર્ગ બની ગયો છે.  મહારાષ્ટ્ર બોર્ડર (Maharashtra border) પર અછાડથી ઘોડબંદર સુધીના 118 કિલોમીટરના વિસ્તારમાં 29 બ્લેક સ્પોટ છે, જ્યાં અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. નિષ્ણાતોના કહેવા મુજબ છેલ્લાં એક વર્ષમાં લગભગ ચારસો લોકો આ બ્લેક સ્પોટના ભોગ બનીને મૃત્યુ પામ્યા છે.

Join Our WhatsApp Community

નિષ્ણાતોના કહેવા મુજબ 2014-15ની સાલમાં આ બ્લેક સ્પોટની (Black spot)સંખ્યા 82 આસપાસ હતી. જે બાદ તે ઘટાડીને 29 કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ અકસ્માતોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી.

આ સમાચાર પણ વાંચો : ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના આવતીકાલે થશે અંતિમ સંસ્કાર, મુંબઈના આ સ્મશાન ઘાટ પર  આપવામાં આવશે અંતિમ વિદાય

જ્યાં સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત થયો હતો. તે પણ એક બ્લેક સ્પોટ છે. ચારોટી ફ્લાયઓવર(Charoti Flyover) નીચે ઉતરતા સમયે  વાહનો વધુ ઝડપે આવે છે. આ પુલ નીચે ઉતરતી વખતે ત્રણ લેન છે. તે ત્રણ લેન અચાનક બે લેનમાં ફેરવાઈ જાય છે અને તે સમયે વાહનચાલકો(Motorists) મૂંઝવણમાં મુકાય છે. આ પુલને  સૂર્યા નદીનો પુલ જોડે છે. ત્યાં ટક્કર લાગવાનું જોખમ વધારે છે. કદાચ એ રીતે જ રવિવારે અકસ્માત  થયો હોવાનું અનુમાન છે.  અગાઉ પણ અહીં આવા જ કેટલાક અકસ્માતો થયા છે. તેમાં કેટલાક લોકોના મોત પણ થયા છે.

ઓલ ઈન્ડિયા ડ્રાઈવર-ઓનર્સ એસોસિએશનના(All India Driver-Owners Association) પ્રવક્તા હરબનસિંહ નન્નાડેએ(Harbansingh Nannadey) મિડિયા હાઉસને આપેલી માહિતી મુજબ આવા અકસ્માતો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે NHAI નેશનલ હાઈવે એડમિનિસ્ટ્રેશન અને સંબંધિત ટોલ કલેક્શન સિસ્ટમ આ તરફ સતત દુલર્ક્ષ કરી રહ્યું છે.

 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version