ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જુલાઈ 2021
સોમવાર
કોરોના મહામારીના કપરા કાળમાં લોકોને મદદે ખડે પગે રહેનારા બોરિવલીના 27 જૈન સંઘનું સન્માન કરવાની માગણી બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણેએ રાજયપાલ ભગતસિંહ કોશીયારીને કરી છે.
તાજેતરમાં ધારસભ્ય સુનીલ રાણેએ રાજયપાલની મુલાકાત લીધી હતી. તેમણે રાજયપાલને બોરીવલીના 27 જૈન સંઘો દ્રારા નાગરિકોને સતત કરવામાં આવી રહેલી મદદ વિશે વાકેફ કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી આ સંધ કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખતા કોરોના કાળમાં લોકોને મદદ કરી રહ્યું છે. તેથી આવા મહાન કાર્ય કરનારાઓ સંઘના પ્રતિનિધીઓનું સન્માન કરવું જોઈએ એવી રજૂઆત તેમણે રાજ્યપાલને કરી હતી.
