કોરોનાના કપરા કાળમાં અનાજ, દવા-પાણીથી લઈને રોકડ રકમની મદદ કરનારા બોરીવલીના 27 જૈન સંઘોનું થશે સન્માન : ધારાસભ્ય સુનીલ રાણેએ કરી રાજ્યપાલને રજૂઆત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,6 જુલાઈ 2021

મંગળવાર

કોરોના મહામારીના કપરા કાળમાં મોટા પ્રમાણમાં લોકોના નોકરીધંધાને ફટકો પડ્યો હતો. લૉકડાઉનને કારણે લોકોને ખાવાના વાંધા પડી ગયા હતા. એવા નાજુક સમયમાં સમાજના જરૂરિયાતમંદોને મફતમાં અનાજ, દવા-પાણી આપવાથી લઈને રોકડ રકમ સુધીની મદદ કરનારા બોરીવલીના 27 જૈન સંઘનું સન્માન કરવામાં આવવાનું છે. બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણેએ રાજીયપાલ ભગતસિંહ કોશિયારીને આ માટે વિનંતી કરી છે.

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત

તાજેતરમાં ધારસભ્ય સુનીલ રાણેએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી. તેમણે  રાજ્યપાલને બોરીવલીના 27 જૈન સંઘો દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં નાગરિકોને  કરવામાં આવી રહેલી મદદ વિશે વાકેફ કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી આ સંઘ કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખતાં કોરોના કાળમાં લોકોને મદદ કરી રહ્યો છે.   એથી  આવા મહાન કાર્ય કરનારા સંઘના પ્રતિનિધિઓનું સન્માન કરવું જોઈએ એવી રજૂઆત તેમણે રાજ્યપાલને કરી હતી. તેમની રજૂઆત બાદ બોરીવલીના 27 જૈન સંઘોએ પણ વિધાનસભ્યનો આભાર માન્યો હતો.

બોરીવલી(વેસ્ટ)માં જાંબલી ગલીમાં આવેલા સંભવનાથ જૈન દેરાસર પેઢીના મૅનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી  સ્નેહલભાઈ શાહે જણાવ્યું હતું કે કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનમાં લોઅર મિડલ ક્લાસથી લઈને મિડલ ક્લાસ લોકોને ભારે અસર પહોંચી હતી. રોજ કમાઈને ખાનારાઓની તકલીફ જ કંઈ અલગ હતી. આવા નાજુક સમયમાં લોકોના ખાવા-પીવા વાંધા હતા. અનાજની સાથે દવાની ખરીદી માટે પણ લોકો પાસે નાણાં ઉપલ્બધ નહોતાં. ત્યારે 27 જૈન સંઘના નેજા હેઠળ અમે લોકોને અનાજની 15,000 કિટ્સની વહેંચણી કરી હતી. ચાર લાખ ખીચડીના પૅકેટ્સ લોકોને વહેંચ્યાં હતાં. અનેક દાતાઓ આગળ આવતાં જરૂરિયાતમંદોને આર્થિક રકમની પણ મદદ કરી હતી. શાહપુરમાં પણ 3,000 ટ્રાઇબ પરિવારને ઍડૉપ્ટ કરીને અનાજ પહોંચાડ્યું હતું. ઉપનગરના કલેક્ટરની વિનંતીને પગલે જેમની પાસે રૅશનિંગ કાર્ડ નહોતાં, અથવા જે પ્રવાસીઓ હતા એવા લોકોમાં પણ અનાજની 15,000 કિટ્સની વહેંચણી કરી હતી.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!