Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મનપામાં વીરપ્પન ગૅંગ સક્રિય હોવાનો મનસેના આ નેતાએ કર્યો આરોપઃ નગરસેવકો ભ્રષ્ટાચારના પૈસા પણ ચેકમાં વસૂલતા હોવાનો કર્યો દાવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય પાર્ટીઓએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાનું ચાલુ કરી દીધું છે. જેમાં હાલ મુંબઈ મહાનગરપાલિકામાં ફકત એક જ નગરસેવક ધરાવતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)પણ ચૂંટણી નજીક આવવાની સાથે જ સક્રિય થઈ ગઈ છે. મનસેના નેતા સંદીપ દેશપાંડેએ મુંબઈ મનપામાં વીરપ્પન ગેંગ સક્રિય હોઈ તે મુંબઈગરાને લૂંટવાનું કામ કરી રહી છે અને ભ્રષ્ટાચારના પૈસા પણ ચેકમાં વસૂલી રહી હોવાનો આરોપ કર્યો છે.

મનસેના જનરલ સેક્રેટરી સંદીપ દેશપાંડેએ તાજેતરમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. વિડિયોમાં તેઓ ચેકમાં પૈસા લઈને ભ્રષ્ટાચાર કરનારા નગરસેવકોનો પર્દાફાશ કરવાના હોવાનો દાવો કર્યો છે.

હલો!! કોણ બોલે છે? તમારી બીજી વેક્સિન બાકી છે હો.. જરા લઇ લ્યો ને.. : આવો ફોન આવે તો ચોંકી નહીં જતા. જાણો વિગત

ચંદનચોર વિરપ્પને લોકોને લૂંટયા નહીં હોય તેનાથી વધુ સત્તાધારીઓએ મહાનગરપાલિકાને લૂંટી છે. મુંબઈ મહાનગરપાલિકામાં વિરપ્પન ગેંગ છે, જેણે પાલિકામાં લૂંટ ચલાવી છે.  અનેક કૌભાંડ કરવામાં આવે છે. સ્થાયી સમિતિના કામ પણ આ ગેંગને આપવામાં આવે છે. આવી ગેંગનું એન્કાઉન્ટર કરવું પડશે. રસ્તાના કામમાં કૌભાંડ, નાળાસફાઈના કામમાં કૌભાંડ હવે કોરોના કાળમાં પણ કૌભાંડ કરવામાં આવ્યા છે. સત્તાધારી પાર્ટીએ લૂંટવાનું કંઈ બાકી રહ્યું નથી એવા આરોપ પણ સંદીપ દેશપાંડેએ કર્યા છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version