News Continuous Bureau | Mumbai
MNS Leader Son Abuses Woman : મરાઠી સોશિયલ મીડિયા પ્રભાવક અને અભિનેત્રી રાજશ્રી મોરેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ચાલક પણ દેખાય છે, જે નશામાં ધૂત છે. વીડિયો અને કરવામાં આવેલા દાવા મુજબ, કાર ચાલક રાહિલ જાવેદ શેખ છે, જે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના નેતા જાવેદ શેખનો પુત્ર છે, જેણે રાજશ્રી મોરે સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આવી સ્થિતિમાં, અભિનેત્રીએ રાહિલ જાવેદ વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
MNS Leader Son Abuses Woman :MNS નેતાના પુત્ર એ એક મહિલાની કારને ટક્કર મારી
વાયરલ વિડીયો મુજબ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના નેતા જાવેદ શેખના પુત્ર રાહિલ શેખે પહેલા એક મહિલાની કારને ટક્કર મારી હતી. પછી તેણે જાહેરમાં મહિલા સાથે ગેરવર્તન કર્યું. રિપોર્ટ મુજબ, રાહિલ શેખ નશામાં ધૂત હતો. શિવસેનાના નેતા સંજય નિરૂપમે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. મનસેના વડા રાજ ઠાકરે પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મરાઠી સ્વાભિમાનનું રક્ષણ કરનારાઓનો અસલી ચહેરો જુઓ.
नशे में धुत।
अधनंगा।
एक मराठी भाषिक महिला के साथ गाली-गलौज करता हुआ मनसे का नेता पुत्र।
ऊपर से अपने बाप के रसूख़ की धौंस दे रहा है।
मराठी स्वाभिमान की रक्षा करने का दावा करनेवालों का असली चेहरा देखिए।
क्या इन्हीं मुसलमानों के दबाव में मनसेवाले हिंदुओं पर हमले कर रहे हैं ? pic.twitter.com/vOkXz1Ev0w— Sanjay Nirupam (@sanjaynirupam) July 7, 2025
શિવસેનાના નેતા સંજય નિરૂપમે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના નેતા જાવેદ શેખના પુત્ર રાહિલ શેખે નશાની હાલતમાં જાહેરમાં મરાઠી ભાષી મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. નિરૂપમે શેર કરેલા વીડિયો મુજબ, જાવેદ શેખના દીકરાએ મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું. તે લાંબા સમય સુધી તે સ્ત્રી સાથે દલીલ કરતો રહ્યો.
MNS Leader Son Abuses Woman :રાહિલ જાવેદ શેખ પર ગેરવર્તણૂકનો આરોપ
શિવસેનાના નેતા સંજય નિરૂપમે લખ્યું, “ડ્રન્ક, અર્ધ નગ્ન.. એક મનસે નેતાનો પુત્ર મરાઠી ભાષી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. અને તે ઉપરાંત, તે તેના પિતાના પ્રભાવથી ધમકી આપી રહ્યો છે. મરાઠી ગૌરવનું રક્ષણ કરવાનો દાવો કરનારાઓનો અસલી ચહેરો જુઓ. શું મનસેના નેતાઓ આ મુસ્લિમોના દબાણમાં હિન્દુઓ પર હુમલો કરી રહ્યા છે?”
આ સમાચાર પણ વાંચો : Raj–Uddhav Thackeray Vijay Sabha :ઠાકરે બ્રધર્સ 20 વર્ષ પછી એક મંચ પર, રાજ ઠાકરે એ કહ્યું- ‘બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું!’
અહેવાલ મુજબ, મરાઠી અભિનેત્રી રાજશ્રી મોરેએ મનસે નેતા જાવેદ શેખના પુત્ર રાહિલ જાવેદ શેખ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. આ પછી, મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં આ કેસમાં FIR નોંધવામાં આવી છે. રાખી સાવંતની નજીકની મૈત્રિણીએ રાજશ્રીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં રાહિલ તેની કારને ટક્કર મારતો જોવા મળે છે. આ ઘટના બાદ આરોપી અને મહિલા વચ્ચે ઉગ્ર દલીલ થાય છે.
MNS Leader Son Abuses Woman : મુંબઈના અંધેરી ઉપનગરમાં બની હતી આ ઘટના
રાખી સાવંતની મૈત્રિણી રાજશ્રી મોરેએ રવિવારે રાત્રે આ ચોંકાવનારો વીડિયો શેર કર્યો. આમાં, આરોપી અર્ધ નગ્ન અવસ્થામાં રાજશ્રીને ગાળો આપતો અને ધમકી આપતો જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 6 જુલાઈના રોજ મુંબઈના અંધેરી ઉપનગરમાં બની હતી. વીડિયોમાં, આરોપી રાહિલ જાવેદ શેખને ગાળો બોલતા સાંભળી શકાય છે. એવું પણ બહાર આવ્યું છે કે તેના પિતા મનસેના રાજ્ય ઉપાધ્યક્ષ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)