ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
ગિરગાંવ ચોપાટી પર આવતા પર્યટકો માટે મુંબઈ મહાનગરપાલિકાએ ફરતા વેક્યુમ મોબાઇલ ટૉઇલેટની સુવિધા ઉપલબ્ધ કરી છે. પર્યાવરપૂરક આ શૌચાલય પ્રાયોગિક ધોરણે લગભગ 6 મહિના માટે ચાલુ કરવામાં આવ્યું છે. 90 ટકા પાણીની બચત કરતું આ શૌચાલય સૌર ઊર્જા પર ચાલે છે.
વેક્સિનની અછત સામે રોજના આટલા લાખ લોકોને વેક્સિન આપવાનો BMCએ કર્યો દાવો; જાણો વિગત
ગિરગાંવ ચોપાટી પર અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક આ મોબાઇલ ટૉઇલેટની સુવિધા હશે. મહિલા અને પુરુષ બંને માટે અહીં આ સગવડ હશે. આ સગવડ મફતમાં ઉપલબ્ધ હશે. આ શૌચાલયમાં પાણીની પણ બચત થશે. પાલિકાના જણાવ્યા મુજબ આ ટૉઇલેટમાં દરેક ફ્લશ પાછળ સવા લિટર પાણીનો ઉપયોગ થાય છે. 200 લીટર પાણીમાં 100 વખત ફ્લશ કરી શકાશે, જ્યારે સામાન્ય શૌચાયલમાં 200 લિટર પાણીમાં 20 ફ્લશ થાય છે. એટલે કે દરેક ફ્લશ પાછળ 10 લિટર પાણી વપરાય છે, ત્યારે મોબાઇલ શૌચાલયમાં 90 ટકા પાણીની બચત થશે.