Site icon

બાપરે! બોરીવલીમાં વાંદરાઓએ મચાવ્યો કાળો કેર, મહિલા થઈ જખમી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

બોરીવલીમાં બાંદરાઓનો બહુ મોટો આતંક છે. હાલમાં જ બોરીવલી(પૂર્વ)માં સુકરવાડીમાં આવેલી ચાલીમાં રજની નામની મહિલાના ઘરે વાંદરાઓ ઘૂસી ગયા હતા. અડધો કલાક સુધી વાંદરાઓએ તેના ઘરમાં ધમાચકડી મચાવી હતી. ખાવાની શોધમાં ઘરમાં ધૂસી ગયેલા વાંદરાઓએ ખાવાનું નહીં મળતાં મહિલા પર હુમલો કર્યો હતો. એમાં તે ગંભીર રીતે જખમી થઈ હતી. તેને શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

સસ્પેન્ડેડ ધારાસભ્ય અતુલ ભાતખલકરને આ કારણથી પોલીસે લીધા અટકાયતમાં; જાણો વિગત

બોરીવલી (પૂર્વ)માં નૅશનલ પાર્કની આજુબાજુના વિસ્તારમાં અનેક વખત વાંદરાઓ ઘરમાં ઘૂસી જતા હોય છે. રજનીના ઘરે પણ  વાંદરાઓ  ખાવાની શોધમાં ધૂસી ગયા હતા. તે લોકોને ખાવાનું ન મળતાં તોફાન કરી મૂક્યું હતું. રજની જખમી થતાં તેણે બૂમાબૂમ કરી મૂકતાં વાંદરા ડરીને ભાગી છૂટ્યા હતા. વન વિભાગને આ બાબતે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ ખાવાની શોધમાં લોકોના ઘરમાં ઘૂસી જતા વાંદરાઓ જલદી હાથે ચઢતા નથી. વન વિભાગે આ વિસ્તારોમાં ઘરમાં વાંદરા ઘૂસી આવે તો તરત વન વિભાગને જાણ કરવાની અપીલ પણ કરી છે. તેમ જ ઘરમાં ઘૂસી ગયેલા વાંદરાઓને ભગાડવા ફટકાડા ફોડવાની સલાહ પણ વન વિભાગે સ્થાનિક નાગરિકોને આપી છે.

Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Mumbai E-commerce Theft: મુંબઈમાં ‘લાઈવ’ વીડિયો કોલ પર કરોડોની ચોરી: ઈ-કોમર્સ કંપનીનો કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ;
Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Exit mobile version