News Continuous Bureau | Mumbai
માટુંગામાં(Matunga) જંક ફૂડ(Junk food) ખાઈને મેદસ્વી(Obese) બની ગયેલો વાનર(monkey) બાલ્કનીની ગ્રીલમાં(Balcony grill) ફસાઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. સામાન્ય કરતા પણ આ વાનરનું વજન(Monkey weight) વધુ હોવાને કારણે તેને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
માણસો જંક ફૂડના શોખીન હોય છે અને અનેક લોકો જંક ફૂડ ખાઈને મેદસ્વી કાયાના માલિક બની જતા હોય છે. પરંતુ માટુંગામાં એક પોશ કોલોનીમાં(Posh colony) ઘરની બાલ્કનીઓમાંથી ઘરના કીચનમાં પહોંચીને જંક ફૂડ કરનારો વાનર તેની હદથી બહાર વધી ગયેલા વજનને કારણે ગ્રીલમાં ફસાઈ ગયો હતો. ભારે મહેનત બાદ તેને બચાવવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સાવધાન-મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરજો-હવામાન ખાતાએ આપી છે આ ચેતવણી-જાણો વિગત
વેટરનીટી ડોકટરના(Veterinary Doctor) મુજબ આ વાંદરો માટુંગાની અનેક સોસાયટીઓના ઘરમાં ઘૂસીને ખાવાનું લઈને ભાગી છૂટતો હતો. તેને વેફર(Wafer), બિસ્કીટ(Biscuit) જેવા જંક ફૂડની આદત પડી ગઈ હતી. તેનું વજન 15 કિલોથી પણ વધુ થઈ ગયું હતું. સામાન્ય રીતે વાનરોના વજન સરેરાશ 10થી 12 કિલોની આસપાસ હોય છે. માટુંગામાં એક ઘરમાં તે ખાવાની શોધમાં ઘૂસી ગયો હતો પરંતુ તેના વજનને કારણે તે લોખંડની ગ્રીલમાં(iron grill) ફસાઈ ગયો હતો. હાલ તે સારવાર હેઠળ હોઈ બહુ જલદી તેને વાઈલ્ડ લાઈફ(Wildlife) ખાતાને સોંપવામાં આવે એવી શક્યતા છે.