News Continuous Bureau | Mumbai
Murjibhai Patel: નવરાત્રિ ( Navratri ) એટલે માતાની ઉપાસનાનો પર્વ. વૈદિક પરંપરા અનુસાર ગરબા ( Garba ) (નૃત્ય) પણ એક માર્ગ છે શક્તિની આરાધના કરી તેની નજીક જવાનો. જો કોઈપણ કાર્ય બધા એકત્ર થઇને કરે તો સમાજ સંગઠિત થાય ને રાષ્ટ્રીય એકતા મજબૂત થાય. તેથી જ્યારે નવરાત્રિનું ધમાકેદાર આયોજન કરવામાં આવે તો સામૂહિક રીતે માતાની ઉપાસના થાય. અંધેરીમાં ( Andheri ) પહેલીવાર મોટાપાયે પારંપારિક નવરાત્રિ ‘છોગાળા રે 2023’ ( Chogada re 2023 ) નું આયોજન કરીને લોકસેવક અને ભારતીય જનતા પાર્ટીના ( BJP ) નેતા મૂરજીભાઈ પટેલે માતાની આવી જ સામૂહિક આરાધના શરૂ કરી છે.
સમાજસેવક મૂરજીભાઈ પટેલની ‘છોગાળા રે’ નવરાત્રિ પારંપરિક ગરબાની રમઝટ, સનાતન ધર્મના સંદેશ ને દેશી કોયલ ગીતા રબારીના અવાજને કારણે યુવાનોમાં લોકપ્રિય બની ગઈ છે. જેમ જેમ નવરાત્રિના દિવસો જતા જાય છે, તેમ તેમ ‘છોગાળા રે નવરાત્રિ 2023’ પ્રત્યે ખેલૈયાઓ ને ગરબા પ્રેમીઓનો ક્રેઝ વધી રહ્યો છે. જાણે આખી અંધેરી નગરી હિલોળે ચઢી હોય એમ ઝગારા મારતી રોશનીનો પ્રકાશ, ભાતભાતના મનમોહક પારંપરિક વસ્ત્રોમાં સજ્જ હજારો ખેલૈયાઓ ને તેમના અવનવા સ્ટેપ્સ આખા મુંબઈ શહેરને હોલી ફેમિલી ગ્રાઉન્ડ તરફ આકર્ષી રહ્યા છે.
રવિવારે અષ્ટમીના દિવસે મધરાત સુધી ગરબા રમવાની છૂટ હોવાથી ગરબા રસિકોએ જોરદાર રંગ જમાવ્યો હતો. શિસ્તબદ્ધ રીતે ગરબા રમતા ખેલૈયાઓને જોઈને આખું ગ્રાઉન્ડ નયનરમ્ય ભાસતું હતું. તેમાં પણ અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન 3D ડાયમેન્શન સ્ટેજ ડેકોરેશને જાણે ચાર ચાંદ લગાવી દીધા હતા. ગરબા રમવા જ નહીં ગરબા સાંભળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા હતા. અષ્ટમીના હવન અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Wagh Bakri Tea: દેશની જાણીતી ચા બ્રાન્ડ, વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધન…. વાંચો વિગતે અહીં..
આયોજક મૂરજીભાઈ પટેલે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘સામાન્ય જનતાને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી ‘છોગાળા રે’ નવરાત્રિને લોકોનો હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. આજે આઠમે દિવસે પણ અમારી નવરાત્રિ હાઉસફૂલ છે.’
