Site icon

અરે વાહ, મુંબઈમાં ટૂંક સમયમાં બે નવા રૂટ પર દોડશે મેટ્રો ટ્રેન, એપ્રિલ મહિનાની આ તારીખે ઉદ્ઘાટનની શક્યતા; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ટૂંક સમયમાં વધુ બે મેટ્રો શરૂ થવા જઈ રહી છે. વર્સોવાથી ઘાટકોપર રૂટ પર મુંબઈ મેટ્રો શરૂ થયાને આઠ વર્ષ થઈ ગયા છે. હવે બે નવી લાઇન પર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ મહિનાના અંત સુધીમાં સેફ્ટી ક્લિયરન્સ મળી જશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી આ બે મેટ્રો કોરિડોરને તૈયાર કરી રહી છે. હવે મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને DN નગરથી દહિસર ઈસ્ટ અને અંધેરી ઈસ્ટથી દહિસર ઈસ્ટ સુધી મેટ્રો 2-A લાઇનનો પ્રથમ તબક્કો શરૂ કરવા માટે મહત્વના મેટ્રો રેલવે સેફ્ટી કમિશનરની મંજૂરી મળી ગઈ છે. આ મેટ્રો લાઈનોનું ઉદ્ઘાટન ગુડી પાડવા પર એટલે કે 2જી એપ્રિલે થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

MMRDA દ્વારા અપગ્રેડ કરાયેલા બે મેટ્રો કોરિડોરના 35 કિલોમીટરના સ્ટ્રેચનું બાંધકામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમાં દહિસર અને ડીએન નગર વચ્ચેની લાઇન 2A અને દહિસર પૂર્વ અને અંધેરી પૂર્વ વચ્ચેની લાઇન 7નો સમાવેશ થાય છે. આ બંને લાઇન પર 20 ફેબ્રુઆરીએ ટેસ્ટિંગ શરૂ થયું હતું. આ પ્રોજેક્ટને હવે કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. સીએમઆરએસએ 20 ફેબ્રુઆરીથી આ બંને લાઇન પર પરીક્ષણ કાર્ય શરૂ કર્યું અને વ્યવસાયિક કામગીરી માટે લીલી ઝંડી આપી CMRSએ એક કે બે વાર નિરીક્ષણ કર્યું હતું અને MMRDAને જરૂરી ક્ષતિઓ અને સુધારાઓ વિશે પણ જાણ કરી હતી જે MMRDAએ સુધારી હોવાનો દાવો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  આશરે 70 વર્ષ પછી ભારતની ભૂમિ પર ચિત્તો પગ મૂકશે. બે-પાંચ નહીં પણ પૂરાં પચાસ ચિત્તા ભારત આવી રહ્યા છે. જાણો વિગતે.

આ બે નવી મેટ્રો લાઇન, 2A અને 7, ઉપનગરની પૂર્વ અને પશ્ચિમ બાજુએ સમાંતર ચાલશે. એકવાર આખો 35-કિમીનો કોરિડોર કાર્યરત થઈ જાય પછી, વ્યક્તિ મેટ્રો સ્ટેશન છોડ્યા વિના દહિસર અને ઘાટકોપર વચ્ચે મેટ્રો દ્વારા મુસાફરી કરી શકે છે. આ બંને લાઇનને બે તબક્કામાં ચલાવવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 2A અને 7 મેટ્રો લાઇનમાં 18 સ્ટેશન હશે. બંને લાઇન એકબીજા સાથે જોડાયેલ હશે. 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version