Site icon

આખરે રાણા દંપતીને થયો છૂટકારો, કોર્ટે આપ્યા શરતી જામીન.જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દેશદ્રોહના ગુના હેઠળ જેલમાં રહેલા સાંસદ નવનીત રાણા(MP navneet rana) અને તેમના પતિ રવિ રાણા(Ravi rana) ને  આખરે રાહત મળી છે. આજે કોર્ટે પતિ-પત્ની ના શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટે જામીન આપલા પહેલા હવે પછી આવા પ્રકારનો કોઈ ગુનો કરશે નહીં એવી શરત રાખ્યા બાદ જામીન આપ્યા છે.

Join Our WhatsApp Community

અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ હનુમાન ચાલીસા મુદ્દાને(Hanuman chalisa row) લઈને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) ઉદ્ધવ ઠાકરેના(Uddhav thackeray) બાંદ્રા માં આવેલા નિવાસસ્થાનની બહાર પાઠ કરવાની ધમકી આપી હતી. છેવટે 23 એપ્રિલ ના ખાર પોલીસે તેમની સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા.

આ સમાચાર પણ વાંચો : રાણા દંપતી મુશ્કેલીમાં વધારો, ખારના ઘરમાં ગેરકાયદે બાંધકામ; BMCની ટીમ આજે કરશે ઈન્સ્પેકશન જાણો વિગતે.

શરૂઆતમાં મુંબઈની અદાલતે રવિવારે સાંસદ(MP) નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને 6 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં(Judicial custody) મોકલી દીધા હતા. મહારાષ્ટ્રની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ધમકીઓ આપવા બદલ કથિત રીતે "વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા" બદલ 23 એપ્રિલે દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.

 

BMC Election 2026: શું ‘સ્પીડબ્રેકર’ રાજનીતિ મુંબઈની રફતારને ફરી રોકી દેશે? વિકાસ અને વિલંબ વચ્ચે જંગ
Western Railway major block: કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક
Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
Mumbai Police: મુંબઈમાં નકલી નોટોનો કાળો કારોબાર: BMC ચૂંટણી પહેલા મોટી જપ્તી, 60% કમિશન પર ચાલતું હતું જાલી નોટોનું આખું રેકેટ.
Exit mobile version