News Continuous Bureau | Mumbai
ભંડોળના અભાવે મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં(Mumbai metropolitan region) રેલવેના અનેક પ્રોજેક્ટનું(Railway project) કામ અટવાઈ ગયું હતું. છેવટે મહારાષ્ટ્ર સરકારે(maharashtra Govt) 150 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેથી હવે મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) દ્વારા બહુ જલદી આ પ્રોજેક્ટને હાથમાં લેવામાં આવશે.
MRVC દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવે છે. તે માટે રાજ્ય સરકાર(State govt), રેલવે મંત્રાલય(railway Ministry) અને વર્લ્ડ બેંક(World bank) તરફથી સંયુક્ત રીતે ભંડોળ ફાળવવામાં આવે છે. વેસ્ટર્ન રેલવે(Western Railway) ઉપનગરીય માર્ગ પર અનેક પ્રોજેક્ટના કામ કરવામાં આવી રહી છે. તેમાંથી અમુક પ્રોજેકેટના કામ ચાલુ છે તો અમુક પ્રોજેક્ટના પ્રસ્તાવિત છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના વોર્ડની પુર્નરચના સામે ભાજપ બાદ હવે કોંગ્રેસ ચઢાવી બાયો, કોંગ્રેસ જશે કોર્ટમાં.. જાણો વિગતે
MUTP 2માં CSMTથી કુર્લા પાંચમા અને છઠ્ઠી લાઈન, મુંબઈ સેન્ટ્રલથી(Mumbai central) બોરીવલી(Borivali) છઠ્ઠી લાઈન, MUTP 3માં વિરારથી(Virara) ડહાણુને ચાર ટ્રેક, પનવેલથી કર્જત ઉપનગરીય માર્ગ(Suburban road),ઐરોલીથી કલવા લિંક રોડ(Link road), 47 એસી લોકલ જેવા 11 હજાર કરોડ રૂપિયાના જુદા જુદા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ભંડોળ માટે લાંબા સમયથી MRVC પ્રયત્ન કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે.