News Continuous Bureau | Mumbai
Mukesh Ambani Deepfake: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ડીપફેક વીડિયોનો ( Deepfake Video ) ઉપયોગ કરીને મહિલા ડોક્ટર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. મુંબઈના અંધેરીના આ ડૉક્ટર ઈન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા આ શેર ટ્રેડિંગ કૌભાંડનો શિકાર બની હતી.
આ સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ( Mukesh Ambani ) એક ડીપફેક વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. નકલી વીડિયોમાં, અંબાણી લોકોને ઊંચા વળતર માટે કંપનીની BCF ઇન્વેસ્ટમેન્ટ એકેડમીમાં જોડાવા માટે કહી રહી હતા. મુકેશ અંબાણીનો આ બીજો ડીપફેક વીડિયો છે. આ અગાઉ માર્ચમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે સ્ટોક ટ્રેડિંગ મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે વાત કરી હતી. જેમાં અંબાણી લોકોને AI દ્વારા ‘સ્ટુડન્ટ વેનિટી’ પેજને ફોલો કરવાનું કહેતા બતાવવામાં આવ્યા હતા. અંબાણીની અપીલ હતી કે ઈન્ટરનેટ યુઝર્સ અહીં ફ્રી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈસ મેળવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સુરત શહેર એસ.ઓ.જી., મનપાના ફુડ ઇન્સ્પેકટરો તથા FSL અધિકારીઓના સંયુકત રીતે શહેરના ૬૨ શૈક્ષણિક સંકુલ આસપાસ ખાણીપીણી સ્થળોનો સર્વે કરી સરપ્રાઈઝ ચેકિંગ કરાયું
Mukesh Ambani Deepfake: મુંબઈની મહિલા ડૉક્ટર કેકે એચ પાટીલ સાથે 28 મેથી 10 જૂન વચ્ચે છેતરપિંડી થઈ હતી…
મુંબઈની મહિલા ડૉક્ટર ( doctor ) કેકે એચ પાટીલ સાથે 28 મેથી 10 જૂન વચ્ચે છેતરપિંડી ( Cyber Fraud ) થઈ હતી. આ સમયગાળા દરમિયાન ડોક્ટરે 16 અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 7 લાખ રૂપિયા મોકલ્યા હતા. બદલામાં અંબાણી દ્વારા તેમને વધુ વળતર અને પ્રમોશનનું વચન આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, મહિલા ડૉક્ટરને ( KK H Patil ) 7 લાખ રૂપિયા રોકાણ કર્યા બાદ, તેને ટ્રેડિંગ વેબસાઈટ ( Trading website ) પર 30 લાખ રૂપિયાનો નફો બતાવામાં આવ્યો હતો. પરંતુ તે આ રોકાણ ઉપાડી શકી ન હતી. આવી સ્થિતિમાં તેને શંકા ઊભી થઈ હતી. આ અંગે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં ભામઠાઓએ ડીપફેક ટેક્નોલોજીનો સહારો લીધો હતો. પોલીસે આ મામલે બેંકના નોડલ અધિકારીઓના સંપર્ક કર્યો હતો. આ બાદ બેંક તે તમામ બેંક એકાઉન્ટ ફ્રિઝ કર્યા હતાં જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.