Mumbai: વિદ્યાવિહાર ફ્લાયઓવર માટેનો બીજો ગર્ડર સફળતાપૂર્વક બેસાડાયો… જાણો આ પ્રોજેક્ટનો કેટલો છે ખર્ચ.. વાંચો વિગતે અહીં

Mumbai: પૂર્વ ઉપનગરના વાહનચાલકોને રાહત આપવા માટે વિદ્યાવિહાર પૂર્વ અને પશ્વિમને જોડનારો રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. મે મહિનામાં પહેલા તબક્કામાં ગર્ડર બેસાડ્યા બાદ શનિવારે ૧,૧૦૦ મેટ્રિક ટન વજનનો લગભગ ૧૦૦ મીટર લંબાઈનો બીજો ગર્ડર બેસાડવાનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

by Bipin Mewada
Mumbai 2nd girder for Vidyavihar flyover successfully laid… Know the cost of this project..

News Continuous Bureau | Mumbai

Mumbai: પૂર્વ ઉપનગરના વાહનચાલકોને રાહત આપવા માટે વિદ્યાવિહાર ( Vidhya Vihar ) પૂર્વ અને પશ્વિમને જોડનારો રોડ ઓવર બ્રિજ ( ROB ) બનાવવામાં આવી રહ્યો છે. મે મહિનામાં પહેલા તબક્કામાં ગર્ડર ( Garder ) બેસાડ્યા બાદ શનિવારે ૧,૧૦૦ મેટ્રિક ટન વજનનો લગભગ ૧૦૦ મીટર લંબાઈનો બીજો ગર્ડર બેસાડવાનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. મોડી રાતથી વહેલી સવાર સુધી ગર્ડર નાખવાનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. વિદ્યાવિહાર આરઓબીનું લગભગ ૯૦ ટકા કામ પૂરું થઈ ગયું છે અને બહુ જલદી વાહનચાલકો માટે આ પુલ ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે.

હાલમાં ઘાટકોપર ( Ghatkopar ) અને સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ ( Santacruz- Chembur Link Road ) ખાતે આરઓબી (ROB) છે અને હવે વિદ્યાવિહારમાં બની રહેલા નવા આરઓબીને કારણે આ બંને આરઓબી પર રહેલો ટ્રાફિકનો બોજો હળવો થશે એવો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. ઘાટકોપર પૂર્વમાં રામકૃષ્ણ ચેંબુરકર અને પશ્વિમમાં લાલ બહાદુર શાસ્ત્રી ( LBS )ને જોડવા માટે વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ( Railway station ) પાસે પાટા ઉપરથી જનારા આ ફ્લાયઓવરને ( Flyover ) પાલિકાના ( BMC ) બ્રિજ ડિપાર્ટમેન્ટ દ્વારા બાંધવામાં આવી રહ્યો છે.

આ પુલ બાંધકામ સમયે બંને બાજુના ટ્રાફિક માટે એક-એક એમ બે સ્ટીલ ગર્ડર બેસાડવાના હતા. તેમાંથી પહેલા ગર્ડરનું કામ ૨૭, મે, ૨૦૨૩ના રોજ પાર પાડવામાં આવ્યું હતું. તેના થોડા મહિના બાદ એટલે કે ચાર નવેમ્બર, ૨૦૨૩ બીજા ગર્ડરને નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શનિવારે મોડી રાતના બે વાગ્યાથી રવિવાર વહેલી સવારના ૫.૩૦ વાગ્યા સુધીના સમય રેલવે બ્લોક લેવામાં આવ્યો હતો. એ દરમિયાન લગભગ ૧,૧૦૦ મેટ્રિક ટન વજનનો લગભગ ૧૦૦ મીટર લંબાઈનો બીજો ગર્ડર નાખવાનું ટેક્નિકલી અત્યંત પડકારજનક કહેવાતુ કામ પાર પાડવામાં પાલિકાના પુલ વિભાગના ઍન્જિનિયરોને સફળતા મળી હતી.

આ દેશનો સૌથી લાંબો સ્ટીલનો આરઓબી..

આ બે ગર્ડર 99.34 મીટર લાંબા અને 9.50 મીટર પહોળા છે, જે ભારતમાં રેલ્વે પર અત્યાર સુધીના સૌથી લાંબા છે. તેઓ પ્રત્યેકનું વજન લગભગ અગિયારસો મેટ્રિક ટન છે. મુંબઈ કોર્પોરેશનના બ્રિજ વિભાગ દ્વારા તબક્કાવાર રેલવે લાઇન પર આ બે ખુલ્લા સ્ટીલ ગર્ડર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Virat Kohli Record: હું શું કામ કોહલીને અભિનંદન પાઠવું… શ્રીલંકન કેપ્ટન કુસલ મેન્ડિસના જવાબ પર ભડક્યા ફેન્સ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

આ દેશનો સૌથી લાંબો સ્ટીલનો આરઓબી હોવાનું કહેવાય છે. આ ૪૮૦ મીટર લાંબો પુલ પાલિકા દ્વારા પૂર્વ અને પશ્વિમને જોડનારો છે. બંને બાજુ ફૂટપાથ ધરાવતો આ ટુ-લેનનો પુલ પૂર્વ બાજુએ આર. એન. ગાંધી માર્ગ સ્કૂલથી પશ્વિમમાં રામદેવ પીર માર્ગ સુધીનો રહેશે. સ્થાનિકો રહેવાસીઓના કહેવા મુજબ આ પુલ વિદ્યાવિહાર અને તેની આસપાસ રહેતા અને કામ કરતા લોકો માટે રાહતરૂપ બની રહેશે. આ પુલને કારણે ઘાટકોપરના આરઓબી પરના ટ્રાફિકને પણ રાહત થશે. એ ઉપરાંત લોકમાન્ય ટિળક ટર્મિનસ પર જવા ઈચ્છતા લોકોને પણ આ આરઓબીનો ફાયદો થશે.

આ પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં પૂરું કરવાની પાલિકાની યોજના છે. પુલ માટે અંદાજિત ખર્ચ લગભગ ૧૭૮ કરોડ રૂપિયા છે, તેમાંથી રેલવે પાટા પરના મુખ્ય પુલનો જ ખર્ચ લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે, તો અપ્રોચ રોડ અને અન્ય કામ માટે ૭૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. આ પુલના બંને બાજુએ સર્વિસ રોડ પણ હશે. સર્વિસ રોડના કામના ભાગરૂપે પૂર્વ બાજુએ સોમૈયા નાળાનું પુન: બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તો વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પાસે રેલવે ટિકિટ વિન્ડો કાઉન્ટર, સ્ટેશન માસ્ટર ઓફિસ વગેરનું કામ પણ પૂરઝડપે કરવામાં આવી રહ્યું છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More