News Continuous Bureau | Mumbai
Virat Kohli Record: ICC વર્લ્ડ કપ 2023 ( ICC World Cup 2023 ) માં ભારતીય ક્રિકેટ ટીમ ( Team India ) વિજય રથ પર સવાર છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની સૌથી ધરખમ મનાતી અને પોઈન્ટ ટેબલ ( Point Table ) પર બીજુ સ્થાન ધરાવતી સાઉથ આફ્રિકા ( South Africa ) ને 243 રનથી પરાજય આપ્યો હતો. આ વર્લ્ડ કપમાં મોટો સ્કોર બનાવવામાં માહિર સાઉથ આફ્રિકાની ટીમ ભારતીય બોલરોની આક્રમક બોલિંગ સામે માત્ર 83 રનમાં જ ખખડી ગઈ હતી.
Journalist ” Virat Just scored his 49th ODI ton. Do you like to congratulate him?”
Kusak Mendis” Why I would congratulate him”😭😭😭#INDvSA #INDvsSA #SAvIND #ViratKohli #CWC2023 pic.twitter.com/DAqh2oeO5e
— Out Of Context Cricket PK (@GemsOfCrickett) November 5, 2023
આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ( Virat Kohli ) એ પોતાની 49મી ODI ઈન્ટરનેશનલ સદી ફટકારી હતી. વિરાટ કોહલી 5મી નવેમ્બરે પોતાનો 35મો જન્મદિવસ પણ ઉજવી રહ્યો હતો અને તેણે પોતાને જ 49મી ODI સદી ભેટ કરી હતી. આ રીતે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ( Sachin Tendulkar ) ની બરાબરી કરી લીધી છે. ICC વર્લ્ડ કપ 2023માં આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ ( SL vs BAN ) વચ્ચે મુકાબલો છે અને આ મેચ પહેલા કુસલ મેન્ડિસે ( Kusal Mendis ) શ્રીલંકા તરફથી પ્રિ મેચ પ્રેસ કોન્ફરન્સ અટેન્ડ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેને વિરાટ વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો તેણે એવો જવાબ આપ્યો કે ચાહકો ભડકી ગયા છે.
ભારતીય બોલરો સામે સાઉથ આફ્રિકાની ટીમ 83 રનોમાં જ ખખડી પડી હતી…
રિપોર્ટરે કુસલ મેન્ડિસને પૂછ્યું કે, વિરાટે હાલમાં જ 49મી વન ડે સદી ફટકારી છે તો શું તેને તમે અભિનંદન પાઠવવા માંગશો? તેના જવાબમાં કુસલ મેન્ડિસે કહ્યું કે, હું શું કામ તેને અભિનંદન પાઠવું. કુસલ મેન્ડિસે હસતા હસતા આ જવાબ આપ્યો હતો પરંતુ ફેન્સને તેનો આ જવાબ બિલ્કુલ પસંદ ન આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર ચાહકો કુસલ પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : PG Paper: 1 લાખ લગાવીને શરૂ કર્યો ‘પસ્તી’નો ધંધો, આજે 800 કરોડનું ટર્નઓવર.. જાણો પુનમ ગુપ્તાની આ રસપ્રદ વાત… વાંચો વિગતે અહીં..
કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનની પિચ ખૂબ જ ધીમી હતી અને આવી સ્થિતિમાં વિરાટ કોહલીની સદી વધુ ખાસ બની જાય છે. કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત આપાવી હતી અને એના કારણે જ બે વિકેટ પડ્યા બાદ શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીને સેટ થવામાં વધુ સમય મળ્યો હતો. વિરાટ કોહલીએ 121 બોલ પર અણનમ 101 રન બનાવ્યા હતા. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ પર 326 રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 83 રનોમાં જ ખખડી પડી હતી. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી.