Site icon

અધધધ.. ગુરુવારે 75,000 મહિલાઓએ લોકલ ટ્રેનો દ્વારા મુસાફરી કરી.. જાણો વધુ વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

23 ઓક્ટોબર 2020

સાત મહિના બાદ સામાન્ય મહિલાઓ ને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેને કારણે મુસાફરોમાં અચાનક  જ ઉછાળો આવ્યો છે. ગુરુવારે શહેરના રેલ્વે સ્ટેશનોમાં મહિલા મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી હતી. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલ્વેના જણાવ્યા અનુસાર ગુરુવારે એક જ દિવસમાં લગભગ 75,000 મહિલા મુસાફરોએ પ્રવાસ કર્યો. પશ્ચિમ રેલ્વેમાં 35000 અને મધ્ય રેલ્વે માં 40,000 એ મુસાફરી કરી હતી. નોંધનીય છે કે સેન્ટ્રલ રેલ્વે દૈનિક 706 લોકલ ટ્રેન દોડાવે છે, જ્યારે વેસ્ટર્ન રેલ્વે પર 704 લોકલ ટ્રેન દોડી રહી છે.

દિવા, નાલાસોપારા અને ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન પર બુકિંગ કાઉન્ટરોમાં મહિલા મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી, કારણ કે ખૂબ મર્યાદિત સંખ્યામા વિન્ડો ખોલવામાં આવી હતી. ત્યાર બાદ લોકો ભીડની ફરિયાદ કરવા માટે સોશિયલ નેટવર્કિંગ પર પહોંચી ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે 17 મી ઓક્ટોબરથી રાજ્ય સરકાર દ્વારા મહિલા મુસાફરોને લોકલ ટ્રેનો દ્વારા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બુધવારે લગભગ 55,000 મહિલા મુસાફરોએ મુસાફરી કરી હતી. આ મહિલાઓને કર્મચારી આઇ-કાર્ડ અથવા ક્યૂઆર કોડ વિના સવારે 11 થી 3 અને સાંજે 7 વાગ્યાં પછી છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ પ્રશાસન ઓડ ટાઈમે મુસાફરી કરતા લોકો જેમ કે હોટેલ કર્મચારીઓ, વકીલો ને પરવાનગી આપી શકે છે.

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version