ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈ શહેરના દાદર વિસ્તારમાં આજે બેસ્ટ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે. એમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એમાં જોઈ શકાય છે કે સ્પીડમાં આવી રહેલી સિટી બસ ડમ્પર પાછળ ઘૂસી જાય છે. એને કારણે કેટલાક લોકો નીચે પડી જાય છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં બસના ડ્રાઇવર અને કંડક્ટર સહિત 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ મુસાફરોને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સવારે 7.15 કલાકે થયો હતો. દાદરના ટીટી સર્કલ પાસે અચાનક ડ્રાઇવરનું બસ પરનું સંતુલન બગડ્યું અને બસ ડમ્પર સાથે અથડાઈ. આ ડમ્પર સિગ્નલ પાસે આગળ ઊભું હતું. બસે પાછળથી આવીને એને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો. હાલ આ અકસ્માત કેવી રીતે થયો એની તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈ ના દાદર વિસ્તારમાં બેસ્ટ બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટના સીસીટીવીમાં કેદ; જૂઓ વિડીયો #Mumbai #dadar #RoadAccident #bus #dumper #viralvideo pic.twitter.com/tTyPYSlTlz
— news continuous (@NewsContinuous) October 27, 2021
