Mumbai: ઘાટકોપરમાં 10 વર્ષના સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, 3 કિશોરોની અટકાયત.

Mumbai: આ મામલો સૌપ્રથમ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે પીડિત સગીરને ખુરશી પર બેસવામાં મુશ્કેલી થઈ રહી હતી. જેના પર પડોશી મહિલાની નજર પડી હતી.

by Bipin Mewada
Mumbai Act against nature on a 10-year-old minor in Ghatkopar, 3 juveniles detained.

News Continuous Bureau | Mumbai

Mumbai: ઘાટકોપર ( Ghatkopar ) વિસ્તારમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. જ્યાં ત્રણ કિશોર વિદ્યાર્થીઓએ ( Young students ) સાથે મળીને 10 વર્ષના સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પીડિતની માતાની ફરિયાદના આધારે પંતનગર પોલીસે ત્રણેય છોકરાઓને અટકાયતમાં લીધા હતા. 

આ મામલો સૌપ્રથમ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે પીડિત સગીરને ( minor boy ) ખુરશી પર બેસવામાં મુશ્કેલી થઈ રહી હતી. જેના પર પડોશી મહિલાની નજર પડી હતી. મહિલાએ આ અંગે સગીરના માતા-પિતાને જણાવ્યું હતું. માતાએ છોકરાને પૂછવામાં આવતા, આ ઘટના પ્રકાશમાં આવી હતી.

છોકરાના જણાવ્યા મુજબ, તેની શાળાના ત્રણ વિદ્યાર્થીઓ, જેઓ સગીરની પડોશમાં જ રહે છે, તેઓ સગીરને તેમના ઘરે લઈ ગયા હતા. જ્યાં તેઓએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ( Rape Case ) આચર્યું હતું. આ લગભગ એક મહિના પહેલા શરૂ થયું હતું, અને કિશોરોએ કથિત રીતે પહેલા ફક્ત પીડિતના કપડાં ઉતાર્યા હતા, જે પછી તેના પર જાતીય હુમલો કરવા તરફ આગળ વધ્યા હતા અને બાદમાં તેઓએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

 તમામ કિશોરોને ડોંગરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા..

ઘટના પ્રકાશમાં આવતા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને પીડિતનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે ઘાટકોપરમાં તેમના વિસ્તારમાં એક ટીમ તૈનાત કરવામાં આવી હતી. જેમાં ત્રણ કિશોરો, 12, 15 અને 16 વર્ષની વયના, પોલીસે અટકાયતમાં લીધા હતા, અને તેમના સંબંધિત માતાપિતાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Priyanka chopra: દીકરી સાથે ભારત પહોંચી પ્રિયંકા ચોપરા, પાપારાઝી ને જોઈ ને માલતી મેરી એ કર્યું આવું કામ

જેમાં કિશોરોના માતા-પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓને “કોઈ ખ્યાલ નથી” કે તેમના છોકરાઓ એકવાર શાળા અને ટ્યુશન માટે ઘરેથી નીકળ્યા પછી શું કરે છે. કારણ કે વાલીઓ કામ અર્થે બહાર હોય છે.

જે બાદ તમામ કિશોરોને ડોંગરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને 4000 રૂપિયાના રોકડ જામીન આપ્યા હતા. તેમજ કાઉન્સેલિંગની ખાતરી સાથે દરેકને તેમના માતાપિતા સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

 

Join Our WhatsApp Community

You may also like