News Continuous Bureau | Mumbai
ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું(Businessman Cyrus Mistry) રવિવારે મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) પર પાલઘર જિલ્લામાં-ચારોટી ખાતે રોડ અકસ્માતમાં(Road accident) નિધન થયું હતું. હાઈવે પર એક્સિડન્ટનું (Highway accident ) પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મુંબઈ-અહમદનગર નેશનલ હાઈવે (Mumbai-Ahmednagar National Highway) પર પણ વધી રહેલા એક્સિડન્ટનો કારણે મુદ્દો ફરી ચર્ચાએ આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ હાઈવે પર 168 એક્સિડન્ટ થયા હોઈ હવે આ હાઈવેને લઈને સેફ્ટી ઓડિટની(Safety Audit) માગણી થઈ રહી છે.
મુંબઈ-અહમદનગર હાઈવે પર કાસા પોલીસ સ્ટેશન(Casa Police Station) હેઠળ છેલ્લા વર્ષમાં 168 જેટલા અકસ્માતો થયા છે. અન્ય વિસ્તારોમાં આંકડા આનાથી ઓછા નથી. આથી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગની ડિઝાઈન(National Highway Design), રસ્તા પરના ટ્રાફિક તણાવ અને તેમાં અપેક્ષિત જરૂરી સુધારાઓને ધ્યાનમાં રાખીને આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સેફ્ટી ઓડિટ કરાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ-અહમદનગર નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં(Number of accidents) નોંધપાત્ર વધારો થયો છે. મિડિયાના અહેવાલ મુજબ મુંબઈ-અહમદનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મેંદવાન, સોમતા, તવા, ચોરટી, મહાલક્ષ્મી, ધનિવરી, આંબોલી વિસ્તારમાં અકસ્માતોની શ્રેણી ચાલુ છે. હાઇવે પર ફસાયેલા અને અકસ્માતગ્રસ્ત વાહનોને(Accidental Vehicles) દૂર કરવા માટે જરૂરી તંત્રનો પણ અભાવ હોવાનું કહેવાય છે. પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈન પણ ચોક-અપ છે. સ્ટ્રીટ લાઇટો બંધ છે. અકસ્માતો અટકાવવા માટે કોઈ પગલાં લેવાતા ન હોવાથી હાઈવે સમસ્યા કાયમ રહી હોવાની ફરિયાદ પણ હાઈવેની આજુબાજુના ગામોમાં રહેતા લોકો કરી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની મુલાકાત બાદ અમિત શાહે કરેલી એક ટ્વીટ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું- જાણો શું છે આ ટ્વીટમાં
આ હાઈવે પર કેટલીક જગ્યાએ છને બદલે માત્ર ચાર લેન છે, જે એક મોટી સમસ્યા હોવાનું માનવામાં આવે છે. જ્યારે ટેન્ડરમાં છ લેનનો સમાવેશ થાય છે, જ્યારે વાસ્તવિકતામાં કેટલીક જગ્યાએ ચાર જ લેન છે. સત્તાધીશોએ 50, 100, 200 મીટર પર રંબલર્સ, કૅટ આઈઝ, જોખમની ચેતવણી આપતા બોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, રિફ્લેક્ટર અને ઝેબ્રા ક્રોસિંગ સ્ટ્રીપ્સ અને જ્યાં જરૂરી હોય ત્યાં કિલોમીટર ઈન્ડિકેટર બોર્ડ જેવા પગલાં લીધા જ નથી. આથી આ હાઈવેની ડિઝાઈન, રોડ પર ટ્રાફિકના ભારણ અને જરૂરી સુધારાઓને ધ્યાનમાં રાખીને આ હાઈવેનું સેફ્ટી ઓડિટ કરાવવું જરૂરી હોવાનો મત અનેક લોકો વ્યક્ત કરી રહ્યા છે.