Site icon

Mumbai Air Pollution: મુંબઈમાં દિવાળી પર માત્ર 3 કલાક જ ફટાકડા ફોડવામાં આવશે: હાઈકોર્ટ… જાણો વિગતે અહીં..

Mumbai Air Pollution: હવાની ગુણવત્તા વધારે ન બગડે એટલા માટે હાઈકોર્ટે કહ્યું છે કે અવાજ કરતા ફટાકડા દિવાળીના તહેવારના દિવસોમાં સાંજે 7થી રાતે 10 વાગ્યા સુધી જ ફોડવાની પરવાનગી રહેશે. અન્ય સમય દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.

Mumbai Air Pollution Crackers will be burst for only 3 hours on Diwali in Mumbai High Court..

Mumbai Air Pollution Crackers will be burst for only 3 hours on Diwali in Mumbai High Court..

News Continuous Bureau | Mumbai

Mumbai Air Pollution: શહેરમાં હવાની ગુણવત્તામાં ( air quality ) ભયજનક રીતે પ્રદુષણ વધતા ચિંતા વધી ગઈ છે. મુંબઈ હાઈકોર્ટે ( Bombay High Court )  આ સમસ્યાનો ઉકેલ કરવા માટે મહત્ત્વના શ્રેણીબદ્ધ આદેશો આપ્યા છે. મુંબઈમાં હવાના પ્રદૂષણમાં થયેલા વધારાની ચિંતા દર્શાવતી એક જનહિતની અરજી પરની સુનાવણી વખતે મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

વધુમાં, હાઈકોર્ટે ફટાકડા ( fireworks ) ફોડવાથી, ખાસ કરીને દિવાળી ( Diwali ) તહેવારમાં ફટાકડા ફોડવાથી હવામાં ફેલાતા પ્રદૂષણને રોકવાના મામલે પણ નિર્ણય લીધો છે. હવાની ગુણવત્તા વધારે ન બગડે એટલા માટે વડી અદાલતે કહ્યું છે કે અવાજ કરતા ફટાકડા દિવાળીના તહેવારના દિવસોમાં સાંજે 7થી રાતે 10 વાગ્યા સુધી જ ફોડવાની પરવાનગી રહેશે. અન્ય સમય દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.

વાયુ પ્રદૂષણ અંગે બોમ્બે હાઈકોર્ટનું કહેવું છે કે તે નાગરિકોએ નક્કી કરવાનું છે કે તેઓને રોગમુક્ત વાતાવરણ જોઈએ છે કે દિવાળી પર ફટાકડા ફોડવા છે. જોકે, 12 નવેમ્બરે દિવાળીના અવસર પર હાઈકોર્ટે મુંબઈના લોકોને સાંજે 7 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી અને કહ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકી શકાય નહીં.

જો પ્રદૂષણની સ્થિતિ ચાર દિવસમાં નહીં સુધરે તો…

એમ પણ કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવો આસાન નહીં હોય કારણ કે આ વિષય પર લોકોના અલગ-અલગ મંતવ્યો છે. પોતાની ધાર્મિક માન્યતાઓને અનુસરવાનો અધિકાર બંધારણમાં આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ જીએસ કુલકર્ણીએ સોમવારે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવો સરળ નહીં હોય કારણ કે આ વિષય પર લોકોના અલગ-અલગ મંતવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Kohinoor Square Fire: મુંબઈમાં અગ્નિતાંડવ… દાદરના મનપા પાર્કિંગમાં લાગી આગ, અનેક ગાડીઓ બળીને ખાક… જુઓ વિડીયો.

હાઈકોર્ટે બાંધકામના સ્થળોએ એકત્ર થતા કાટમાળને વાહનો દ્વારા ટ્રાન્સપોર્ટ કરવાની પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે વાતાવરણમાં ધૂળ પ્રસરતી રોકવી જરૂરી છે તેથી બાંધકામને લગતી બધી સામગ્રીને હવે સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવેલી ટ્રકો કે મિક્સર પ્લાન્ટ્સમાં ટ્રાન્સપોર્ટ કરવાની રહેશે. આ પ્રક્રિયા પર્યાવરણને અનુકૂળ રહે એની ખાસ તકેદારી રાખવાની રહેશે. જો પ્રદૂષણની સ્થિતિ ચાર દિવસમાં નહીં સુધરે તો આ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version