ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
રાજધાની દિલ્હીની જેમ હવે મુંબઈ શહેર પણ પ્રદૂષિત શહેર બની ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સફર, એર ક્વોલિટી રેકોર્ડિંગ સિસ્ટમે આ સંદર્ભમાં એક રિપોર્ટ સોંપ્યો છે.
આ રિપોર્ટમાં દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 331 અને દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં ઇન્ડેક્સ 345 નોંધાયો હતો.
આ આંકડાએ મુંબઈગરાઓની ચિંતા વધારી દીધી છે. શહેરમાં પ્રદુષણની સાથે સાથે ગરમી પણ વધી રહી છે
જોકે જાણકારોનુ માનવુ છે કે, ઉત્તર પૂર્વ તરફ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે મુંબઈમાં તાપમાન વધ્યુ છે. 22 નવેમ્બર પછી તાપમાનનો પારો ઘટશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વાયુપ્રદૂષણની સ્થિતિ એવી કટોકટીભરી છે કે રાજ્ય સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી હોવાની રજૂઆત અદાલતમાં કરી છે.