Site icon

Mumbai: હિલ સ્ટેશન જેવી ધુમ્મસ કે પ્રદૂષણની આફત? મુંબઈમાં સ્મોગને કારણે સૂર્યપ્રકાશ પણ ગાયબ, હેલ્થ એક્સપર્ટ્સે આપી આ ચેતવણી.

સતત ત્રીજા દિવસે મુંબઈ પર સ્મોગનું સામ્રાજ્ય; બાંધકામો અને બદલાતા હવામાનને કારણે શ્વાસ લેવો મુશ્કેલ, BMC અને MPCB એ પ્રદૂષણ ફેલાવતા પ્લાન્ટ્સ પર લાદ્યો કરોડોનો દંડ.

Mumbai હિલ સ્ટેશન જેવી ધુમ્મસ કે પ્રદૂષણની આફત મુંબઈમાં સ્મો

Mumbai હિલ સ્ટેશન જેવી ધુમ્મસ કે પ્રદૂષણની આફત મુંબઈમાં સ્મો

News Continuous Bureau | Mumbai

Mumbai  નવા વર્ષની શરૂઆત સાથે જ મુંબઈગરાઓ માટે પ્રદૂષણની ગંભીર સમસ્યા ફરી સામે આવી છે. દક્ષિણ મુંબઈથી લઈને પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો સુધી સવારના સમયે ધુમ્મસ અને પ્રદૂષણની જાડી ચાદર જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે મુંબઈમાં હવામાન એવું દેખાયું જાણે મહાબળેશ્વર કે માથેરાન જેવા હિલ સ્ટેશન હોય, પરંતુ આ કુદરતી ધુમ્મસ નહીં પણ ઝેરી સ્મોગ હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે.

Join Our WhatsApp Community

વિઝિબિલિટી ઘટીને 500 મીટર થઈ, શ્વાસની બીમારીઓ વધી

મંગળવારે મુંબઈના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને 500 મીટરની અંદર રહી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે હવાની ગુણવત્તાનો ઈન્ડેક્સ (AQI) હાલ ‘મધ્યમ’ શ્રેણીમાં છે, પરંતુ છેલ્લા ૧૫ દિવસથી સતત વધી રહેલા પ્રદૂષણને કારણે મુંબઈગરાઓમાં ઉધરસ, ગળામાં ઈન્ફેક્શન અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો વધી છે. ઠંડીના દિવસોમાં ધુળના રજકણો હવામાં નીચે રહેતા હોવાથી પ્રદૂષણનું સ્તર ઘાતક બની રહ્યું છે.

BMC ની કડક ચેતવણી: બાંધકામો પર લાગી શકે છે પ્રતિબંધ

મુંબઈ મહાનગરપાલિકાના (BMC) પર્યાવરણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જો હવાનો દરજ્જો ‘જોખમી’ સપાટીએ પહોંચશે, તો શહેરમાં ચાલી રહેલા મોટા બાંધકામો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનાર બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Uddhav: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: 20 વર્ષનો વનવાસ ખતમ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ પર, સંયુક્ત ઇન્ટરવ્યુમાં ફડણવીસને લીધા આડેહાથ

 MPCB એ વસૂલ્યો 1.89 કરોડનો દંડ, 4 પ્લાન્ટ બંધ કરાવ્યા

પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ, નવી મુંબઈ અને ભિવંડી વિસ્તારમાં કાર્યરત 4 રેડી મિક્સ કોંક્રિટ (RMC) પ્લાન્ટને નિયમોના ઉલ્લંઘન બદલ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ પાસેથી કુલ 1.89 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ 196 પ્લાન્ટની તપાસ કરવામાં આવી છે અને અંદાજે 3.59 કરોડનો દંડ ફટકારાયો છે.

Western Railway major block: કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક
Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
Mumbai Police: મુંબઈમાં નકલી નોટોનો કાળો કારોબાર: BMC ચૂંટણી પહેલા મોટી જપ્તી, 60% કમિશન પર ચાલતું હતું જાલી નોટોનું આખું રેકેટ.
BJP: BMC ચૂંટણી પહેલા ભાજપ મુશ્કેલીમાં: આ શબ્દ સામે ચૂંટણી પંચને વાંધો, પાર્ટીનું કેમ્પેઈન સોન્ગ કર્યું રિજેક્ટ!
Exit mobile version